સુરત: 10મી એપ્રિલે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે સરકારી ભરતીની પરીક્ષા આપવા ઘરેથી નીકળેલી યુવતીનો શંકાસ્પદ હાલતમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીએ આપઘાત નહોતો કર્યો પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પરીક્ષા આપવા નીકળેલી યુવતીની લાશ મળી હતી
વિગતો મુજબ, બારડોલી તાલુકાના મોરી ગામમાં બાવળના ઝાડ સાથે યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. ઉર્વશી ચૌધરી નામની આ યુવતી માંડવીના પુના ગામમાં રહેતી હતી અને રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા સુરત જવા માટે નીકળી હતી. તેના પિતા તેને બસ સ્ટોસ સુધી મૂકી ગયા હતા બાદમાં સાંજે યુવતીની મોરી ગામ પાસે ઝાડ પર ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.
પ્રેમ સંંબંધમાં કરાઈ યુવતીની હત્યા
યુવતીની લંબાઈ અને ઝાડની લંબાઈ જોતા પ્રાથમિક દ્રષ્ટીએ પોલીસને આપઘાત અંગે શંકા ગઈ હતી. સમગ્ર કેસમાં તપાસમાં સામે આવ્યું કે, ઉર્વશીને નજીકના સંબંધીએ તાપી કિનારે મળવા માટે બોલાવી હતી જ્યાં અગાઉથી તેનો પૂર્વ પ્રેમી પણ હાજર હતો. ઉર્વશીને આ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જોકે ખેડબ્રહ્મામાં અભ્યાસ દરમિયાન તેને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો. આથી પૂર્વ પ્રેમીને આ સંબંધ મંજૂર નહોતો અને તેણે હત્યાનું ષડયંત્ર રચી નાખ્યું.
દવામાં ઝેર પાઈને ફાંસો આપી દીધો
તેણે ઉર્વશીને મળવા બોલાવીને ખાંસીની દવામાં ઝેર આપીને બેભાન કરી નાખી. બાદમાં બંને યુવકોએ મળીને તેને ફાંસો આપીને હત્યા કરી નાખી હતી. જોકે કોઈને હત્યાની શંકા ન જાય એટલે તેમણે મળીને બાવળના ઝાડ પર ઉર્વશીની લાશને લટકાવી દીધી હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT