મહેસાણા: મહેસાણા-વિસનગર હાઈવે પર બાસણા ગામના પાટિયા પાસે ખેતરમાંથી યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. અજાણી યુવતીનો આ રીતે વિકૃત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. યુવતી વિસનગરના વાલમ ગામની હોવાની માહિતી મળી રહી છે જે મહેસાણાના એક મોલમાં નોકરી કરતી હતી. નોકરી બાદ ઘરે નીકળી હતી પરંતુ ત્યારથી અચાનક ગુમ થઈ ગઈ હતી. બે દિવસ બાદ યુવતીની લાશ મળતા પરિવાર પર આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં યુવતીના મૃતદેશને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નોકરીએથી ઘરે જતી હતી યુવતી
વિગતો મુજબ, વિસનગરના વાલમ ગામે રહેતી યુવતી મહેસાનાના મોલમાં નોકરી કરતી હતી. ગત 25મી એપ્રિલ યુવતી નોકરી માટે સવારે ઘરેથી નીકળી હતી. સાંજે ઘરે આવવા તે નીકળી આ સમયે તે પોતાની મમ્મી અને બહેન સાથે ફોનમાં વાત કરી રહી હતી. અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. જે બાદ પરિવારે સરપંચને જાણ કરતા પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે બે દિવસ બાદ યુવતીની બાસણા ગામ પાસે એરંડાના ખેતરમાંથી લાશ મળી આવતી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ખેતરમાંથી યુવતીની લાશ મળી
ઘટનાસ્થળે યુવતીનો મૃતદેહ વિકૃત હાલતમાં નગ્ન અવસ્થામાં મળ્યો હતો અને અડધું શરૂર કોઈ જાવનરે કરડી ખાધેલી હાલતમાં હતો. હાલમાં પોલીસે દુષ્કર્મની શંકાએ હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે વધુ ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થઈ શકે છે.
ADVERTISEMENT