ઊનાઃ ભારતના 666 માછીમારો પૈકીના ગીર સોમનાથના 400 માછીમારો પાકિસ્તાનની જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે તેમના અહીં ભારતમાં રહેતા પરિવારો માટે જીંદગી કોઈ નર્કથી ઓછી નથી. ઉનાના દાંડી ગામની જ વાત કરીએ તો અહીં ગામના 29 પુરુષો પાકિસ્તાનની જેલમાં બંધ છે. મુખ્યત્વે આ પરિવારો માછીમારી અને ખેતીના સહારે જીવન ગુજારતા હોય છે. ચોમાસામાં ખાસ માછીમારીને બદલે ખેતી પર નિર્ભર રહેવું પડે છે. માછીમારી અને બોર્ડર પારની પાક. જેલની ઘણો વિચિત્ર નાતો છે.
ADVERTISEMENT
દરિયામાં એવી કોઈ બોર્ડર નથી કે જેનાથી અંદાજ આવે કે કયા દેશની સરહદમાં છીએ. દરિયો ખેડવા ગયેલા આવા જ સાગરખેડૂઓના પરિવારોની આ કહાની છે. દાંડી ગામમાં 29 જેટલા માછીમારો છેલ્લા 2થી 5 વર્ષથી અલગ અલગ જેલમાં બંધ છે, પણ આ જેલ ભારતમાં નહીં, પાકિસ્તાનમાં છે. ત્યાં પાકિસ્તાનમાં તેમની સાથે શું થઈ રહ્યું છે તેનો આપણને કલ્પના માત્ર પણ ખ્યાલ આવતો નથી. પરંતુ અહીં તેમના પરિવારો આપણી નજર સમક્ષ છે કે તેમના મનની વેદનાઓ સાંભળતા જ આપણે ડરી જઈએ. તેમના દરેકના મોઢે એક જ સવાલ છે કે અમારા પરિવારના આ સભ્ય પાછા ક્યારે આવશે.
5 સરળ પોઈન્ટમાં સમજોઃ સચિન અને ગેહલોતની જંગ અંગેનું આ રાજકારણ
દીકરીઓને ભણતી ઉઠાવી ઘરે બેસાડવી પડી
મહિલાઓ આંખો ભીની કરતાં કહે છે કે, માથીમારને છોડાવાનો નિયમ 3થી 5 વર્ષનો છે પણ વધુ સમય વિત્યા છતાં મુક્ત થયા નથી. અહીં ઘણા પરિવારોનું તો કહેવું છે કે, તેઓ આપણી સરહદમાં જ હતા પણ પાક મરીન તેમને અહીં ઘૂસીને લઈ ગયું. ઘણી મહિલાઓ કહે છે કે સંતાનો તેમના પિતા વગર જ મોટા થઈ રહ્યા છે. દીકરીઓ જે ભણતી હતી તેમને શાળાથી પણ ઉઠાવી લેવામાં આવી છે. કારણ કે કામ કરનારું વ્યક્તિ ઘરે જોઈએ છે. ઘણી વખત સમાચારો આવે છે કે માછીમારો છૂટ્યા છે પણ ત્યારે સંતાનો રડે છે કે પિતા ક્યાં…? એ ક્યારે આવશે…?
કેદી બિમાર પડે તો સારવાર પણ મળતી નથી
અહીં જે લોકો પાકિસ્તાનની જેલમાં રહી ચુક્યા છે અને મુક્ત થયા પછી પરત વતને આવી ગયા છે તે લોકો કહે છે કે, ત્યાંની જેલમાં બીમાર પડે ત્યારે માત્ર ભગવાન ભરોસે જ હોય છે. ત્યાં કેદીની યોગ્ય સારવાર થતી નથી. હોસ્પિટલ લઈ જવાતા નથી. જો બિમાર પડીએ તો મૃતદેહ જ ઘરે આવે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT