Giga Bhammar Controversy: ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મરે ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ મામલે હવે તળાજા ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હડધૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ છે. તો બીજી તરફ ગીગા ભમ્મરના પુત્ર દ્વારા આ મામલે વીડિયો દ્વારા માફી માંગવામાં આવી છે.
ADVERTISEMENT
ગીગા ભમ્મરના પુત્રએ ચારણ સમાજની માફી માંગી
ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, જય દ્વારકાધીશ બે દિવસથી એક આહિર સમાજ પ્રત્યે ચારણ સમાજની લાગણી દુભાણી એવું સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને વિનંતી કરવા માંગું છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય, એનો હેતુ સમાજને કોઈ ઠેસ પહોંચાડવાનો નહોતો, એનો ખાસ હેતુ એવો હતો કે ચારણ સમાજ છે એ મહાશક્તિ છે, એના કોઈએ ચાળા કરવા નહીં, આવું એ બોલેલા છે. કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને દુ:ખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું.
અમદાવાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
ગઢવી સમાજના તળાજા વિસ્તારના આગેવાનો દ્વારા ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તથા અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા પણ ગીગા ભમ્મર વિરુદ્ધ IPC153(ક), 295(અ), 505(૨), તથા IT એક્ટ 67 મુજબ ગુનો દાખલ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ચારણ-ગઢવી સમાજમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામ ખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદ અપાઈ છે.
ગીગા ભમ્મરે શું નિવેદન આપ્યું હતું?
આહીર અગ્રણી ગીગા ભમ્મર દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં તડા પડાવતા હોવાનો દાવો કર્યો હતો. ચારણોથી હંમેશા દુર રહેવું નહી તો તમે ભિખારી થઇ જશો તેવું નિવેદન આપ્યું હતું. ચારણને ઘરે પણ ન ઘુસવા દેવા જોઇએ તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઇ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. આહીર સમાજના પુજ્ય દેવાયત બોદલના દિકરાની હત્યા પણ ચારણોએ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT