સુરત: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરત શહેરમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે પોલીસ હવે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દરમિયાન ઘોડાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે રીઢા ચોર સાથે એક ગેરેજ વાળાને ઝડપી પાડ્યો છે. ઘોડાદ્રા પોલીસે આઠ વાહનો અને એક રીક્ષા કબજે કરી છે.
ADVERTISEMENT
સુરત પોલીસ હવે એક્શન મોડ પર જોવા મળી રહી છે. સુરત શહેરના ઘોડાદ્રા વિસ્તારમાં પોલીસ કર્મીઓ જ્યારે પેટ્રોલિંગ પર હતા આ દરમિયાન ઘોડાદ્રા વિસ્તારમાં નંબર પ્લેટ વગરના વાહન ચેક કરતા તે વાહન ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ અન્ય કેટલાક ચોરી અને અંજામ આપ્યો હતો તેઓએ કબુલ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં તસ્કરોએ પરિવારને બંધક બનાવી ચાલી લૂંટ, તંત્ર દોડતું થયું
આરોપીને ઝડપી પૂછપરછ શરૂ કરી
પેટ્રોલિંગ દરમિયાન ઘોડાદ્રા વિસ્તારમાંથી ઝડપાયેલ આરોપીની વધુ સઘન પૂછપરછ કરતા શહેરના કેટલાક પોલીસ સ્ટેશનના અન ડિટેક્ટેડ કેસને વેદો ઘોડદ્રા પોલીસે ઉકેલી પાડ્યા હતા. ઘોડાદ્રા પોલીસે બંને આરોપીઓ પાસેથી આઠ વાહન જેમાં ચાર ટુ-વ્હીલર અને ચાર મોપેડ ઝડપી પડ્યા છે. આ સાથે રીઢા ચોરો જે રિક્ષામાં રેખી કરી વાહન જોડતા હતા તે રીક્ષાને પણ કબજે કરી લેવામાં આવી હતી. આ બંને ચોરો આ ગાડીઓ કોને આપતા હતા તે બાબતે પૂછતા તેમને ગેરેજવાળા ગેરેજવાળા સાથે મળી આ સમગ્ર ઘટનાને અંજામ આપતા હતા.
અહી થી ચોર્યા હતા વાહનો
સુરતમાંથી આ આરોપીઑએ લિંબાયત, ગોડાદરા, પુણા અને સલામત પુરા વિસ્તારમાંથી આઠ ગાડીઓ ચોરી હતી. જેમાં આ સમગ્ર પોલીસ સ્ટેશનના ગુનાના ભેદ ઉકેલ કાઢવામાં પોલીસ સફળ થઈ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT