ધનેશ પરમાર/બનાસકાંઠા: કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સતત પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર હવે તે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં ભાભરમાં ઠાકોર સમાજના સમુહલગ્નમાં ધારાસભ્ય ગેનીબેન હાજર રહ્યા હતા. જ્યાં તેમણે દીકરીઓના ભાગી જવા પાછળ DJ કારણભૂત હોવાનું જણાવ્યું હતું અને લગ્ન પ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ લાદવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
લગ્ન પ્રસંગમાં DJ પર પ્રતિબંધની અપીલ
ભાભરમાં ઠાકોર સમાજના સમુહલગ્નમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણા માટે અપીલ કરી હતી. તેમણે લગ્ન પ્રસંગમાં ડી.જે વગાડવા ઉપર પ્રતિબંધ લાદવા સમાજના લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, રાત્રે ડી.જે વગાડી કલાકારો સંસ્કૃતિ વગરના ગીતો ગાઇને નાચે છે. તેમજ આમંત્રણ વગરના લોકો પણ તેમાં આવે છે. દીકરીઓની નાસી જવાની ખરાબ ઘટનાઓ બનવા પાછળ આ ડી.જે જવાબદાર છે. તો સમાજના લોકો દીકરીઓની આબરું અને સુરક્ષા ઇચ્છતા હોય તો પ્રસંગોમાં ડી.જે ના લાવે.
નવયુગલોને પણ ગેનીબેનની અપીલ
આ સાથે જ MLA ગેનીબેન ઠાકોરે નવયુગલોને પણ ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું, નવયુગલો પણ બંને પતિ-પત્ની કમાતા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે પારણું ન બાંધે. નોંધનીય છે કે, ભાભરમાં ઠાકોર સમાજના સમુહલગ્નમાં 34 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંદે ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અનેક આગેવાનો અને ઠાકોર સમાજના લોકો સમુહલગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT