વિશ્વના બીજા નંબરના સંપત્તિવાન બનવાથી GAUTAM ADANI હાથવેંત દુર

નવી દિલ્હી : વિશ્વના 10 અબજોપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સતત આગળ વધી રહ્યા છે. નવા વર્ષ 2023 માં પણ તેઓનીઆ બઢત ચાલુ રહેશે…

gujarattak
follow google news

નવી દિલ્હી : વિશ્વના 10 અબજોપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સતત આગળ વધી રહ્યા છે. નવા વર્ષ 2023 માં પણ તેઓનીઆ બઢત ચાલુ રહેશે તેવી શક્યતા અત્યારથી જ વર્તાઇ રહી છે. તેઓ હવે નંબર 2 ની ખુરશીથી માત્ર હાથ વેંત દુર છે. જો આ જ પ્રકારે તેઓની રોજિંદી કમાણી શરૂ રહેશે તો તેઓ ટુંક જ સમયમાં એલન મસ્કને પાછળ છોડીને ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના સર્વોચ્ચ ધનવાન બની જશે.

ગૌતમ અદાણી સતત વિકસી રહ્યા છે
ગત્ત વર્ષે 2022 માં વિશ્વના તમામ અમીરોમાં બીજા નંબર પર આવી જશે. 2022 ના વિશ્વના ઉદ્યોગપતિઓમાં સૌથી વધારે કમાણી કરનારા ઉદ્યોગપતિ બનીને ઉભરેલા અદાણી ગ્રુપના ચેરમેન GAUTAM ADANI નો વિકાસત સતત થઇ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતથી જ તેઓ બીજા નંબરના અમીર વ્યક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ Forbes Real Time Billionaire Index ના અનુસાર અદાણી 126.5 અબજ ડોલરની નેટવર્થ (Gautam adani net worth) સાથે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. ટોપ 10 ની યાદીમાં તેઓ જેફ બેજોસ, બિલ ગેટ્સ, વોરેન બફે જેવા તમામ અબજોપતિઓથી આગળ નિકળી ચુક્યાં છે.

ટેસ્લાના સીઇઓની સંપત્તીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નંબર.1 નો તાજ ગુમાવીને બીજા નંબર આવી ચુકેલા ટેસ્લાના સીઇઓ એલન મસ્કની સંપત્તિ (ELON MUSK NET WORTH) માં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે 200 અબજ ડોલરની ઉપરની નેટવર્થ ધરાવતા મસ્કની સંપત્તી હવે ઘટીને 136.9 અબજ ડોલર થઇ ચુકી છે. જે ઝડપથી એલન મસ્ક નીચે આવી રહ્યા છે, તે જ ઝડપથી ગૌતમ અધાણી ઉપર ચડી રહ્યા છે. જેના કારણે બંન્ને વચ્ચે સંપત્તીનું અંતર સતત ઘટી રહ્યો છે. હવે અદાણી અને મસ્કની વચ્ચે માત્ર 10.4 અબજ ડોલરનું અંતર રહ્યું છે.

અદાણીની કમાણીની સ્પીડ જોતા ટુંક સમયમાં તે બીજા નંબર પર પહોંચશે
ગત્ત વર્ષે 2022 ની વાત કરીએ તો ગૌતમ અદાણીએ તાબડતોડ કમાણી કરી. અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં તેજીના કારણે તેમની નેટવર્થમાં પણ સતત વધારો થતો રહ્યો. આખા વર્ષની અંદર પણ તેમની સંપત્તીમાં 33.80 અબજ ડોલરનો વધારો હતો. તેઓ નવા વર્ષમાં પણ આ સ્પીડ યથાવત્ત રહે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે મસ્કને પછાડીને તેઓ 2 નંબર પર પહોંચે છે. તેઓ સતત બીજું વર્ષ હશે કે તેઓ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બને. આ અગાઉ ગત્ત વર્ષે પણ તેમણે આ મુકામ પ્રાપ્ત કર્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી 8મા નંબરે યથાવત્ત
જો કે સંપત્તીવાનોની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ અને ભારતની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાનો દબદબો યથાવત્ત રાખ્યો છે. 90 અબજ ડોલરની નેટવર્થ સાથે (MUKESH AMBANI NET WORTH) વિશ્વના આઠમા સૌથી સંપત્તીવાન વ્યક્તિ છે. જો કે સંપત્તી મુદ્દે અદાણી કરતા અંબાણી ખુબ જ પાછળ છે. બંન્ને વચ્ચે સંપત્તીનું અંતર 36.5 અબજ ડોલર છે. જો સંપત્તીવાન વ્યક્તિઓની યાદીમાં નંબર 1 પર ફ્રાંસના બર્નાર્ડ અરનોલ્ટ નંબર વન પર છે. તે 185.1 અબજ ડોલરની નેટવર્થ સાથે સૌથી અમીર વ્યક્તિ છે.

    follow whatsapp