મોરબી : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. જેના પગલે તમામ પક્ષો પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયેલા છે. જેના અનુસંધાને ભાજપ દ્વારા પણ ગૌરવયાત્રા કાઢવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સહિત આ ગૌરવ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અમિત શાહ સહિતના દિગ્ગજો પણ આ રેલીમાં જોડાયા અને હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં હાય-હાયના નારા લાગ્યા
જો કે આજે આ ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં મોરબી પહોંચી હતી. જો કે આ યાત્રાનો પ્રથમ ફિયાસ્કો ત્યારે થયો જ્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે ખુબ જ ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાહેર સભા હોવા છતા પણ 500 થી પણઓછા લોકો હાજર હતા. જેના કારણે યાત્રાનો ફિયાસ્કો થયો હતો.
ટોળાને આક્રમક થતું જોઇને યાત્રાને ઝડપથી આગળ ધકેલાઇ
જો કે આટલું ઓછું હોય તેમ યાત્રા આગળ વધી રહી હતી ત્યારે અચાનક મોટી સંખ્યામાં લોકો ઘસી આવ્યા હતા. તેમણે ભાજપ અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવ્યા હતા. હજારી ખાતે આ યાત્રાનો ભારે વિરોધ થયો હતો. જેના કારણે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સહિતના ભાજપના આગેવાનો અસહજ સ્થિતિમાં આવી ગયા હતા. તો બીજી તરપ કાર્યકરો અને પદાધિકારીઓ દોડતા થયા હતા. તત્કાલ યાત્રાને ઝડપથી આગળ ધપાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT