અમદાવાદ: ગુજરાતમાં વધુ એક સરકારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 4 સપ્ટેમ્બરે યોજાનાર નર્સિંગ ટ્યૂટર વર્ગ-3ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ફરીથી જાહેરા કરવામાં આવશે.
ADVERTISEMENT
ગૌણ સેવા પસંદગી મંડળે શું કરી જાહેરાત?
મંડળની જાહેરાત ક્રમાંકઃ ૧૯૮/૨૦૨૨૨૩ – નર્સિંગ ટ્યુટર, વર્ગ-૩ સંવર્ગમાં બઢતી માટે તા. ૦૪/૦૯/૨૦૨૨ ના રોજ યોજાનાર MCQ-OMR પદ્ધતિની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અનિવાર્ય કારણોસર હાલ પૂરતી મોકુફ રાખવામાં આવેલી છે. પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોને જરૂરી નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
અગાઉ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ હતી
નોંધનીય છે કે, આ પહેલા પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અનેક પરીક્ષાઓ આયોજન પહેલા જ મોકૂફ રખાઈ છે. આ જ વર્ષે 13 ફેબ્રુઆરીએ યોજાનાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ હતી. આ પરીક્ષાનું 3 વર્ષ બાદ આયોજન કરાયું હતું, જોકે વહિવટી કારણોસર તેને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ADVERTISEMENT