ડીસા: રાજ્યમાં ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. ડીસામાં બે ગઠિયાઓએ પ્રોવિઝન સ્ટોર્સના માલિકની નજર ચૂકવી દુકાનની અંદરથી પૈસાના પર્સની ઉઠાંતરી નાસી છૂટયા હતા. જોકે દુકાન માલિકને આ મામલાની જાણ થતાં જ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં રહેતા અમૃતલાલ ઠક્કર સદાશિવ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ચલાવે છે. બપોરના સમયે દુકાનમાં એટલા બેઠા હતા આ દરમિયાન અજાણ્યો યુવક આવી અને દુકાનની બાજુમાં પૈસા પડ્યા હોવાનું જણાવતા અમૃતલાલ પૈસા લેવા માટે બાજુમાં ગયા હતા. આ દરમિયાન તેમણે દુકાનમાં હાથ સાફ કરી નાખ્યો હતો.
નજર ચૂકવી પૈસા ઉઠાવી ગયા
દુકાન માલિક અમૃતલાલને પૈસાની ચોરી થઈ હોવાના મામલાની મોડી સાંજે જાણ થાય છે. દુકાનના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં અજાણ્યા બે ગઠિયાઓ તેમની નજર ચૂકવી અંદાજિત 15 હજાર રૂપિયા ભરેલો થેલો ઉઠાવી ગયા હોવાનું દેખાયું હતું. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
પોલીસે તપાસ હાથ ધરી
બે ગઠિયાઓ નજર ચૂકવી પૈસાની ચોરી કર્યા હોવાના મામલે દુકાન માલિકે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ગઠિયાઓની તપાસ હાથ ધરી છે. સીસીટીવી ચેક કરી અને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT