શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગરબાડામાં હવસખોર મામાએ મામા-ભાણીના સંબંધોને લજવી નાખ્યાની ઘટના બની હતી જે ઘટનામાં તેણે 6 વર્ષની જ કુમળી બાળા એવી ભાણીને એકાંતમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં આખરે કોર્ટે પોક્સો હેઠળ હવસખોર મામાને ફાંસીની સજા ફટકારતા આખરે બાળકીને ન્યાય મળ્યો છે. પોલીસે પણ આ ઘટનામાં સરાહનીય કામગીરી કરીને આરોપીને ફાંસીની સજા થઈ ત્યાં સુધીના જરૂરી કામો પુરા કર્યા હતા.
ADVERTISEMENT
ધો.9થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25,000 સુધીની સ્કોલરશીપ, જાણો ગુજરાત સરકારની આ યોજના અંગે
વર્ષ 2020માં ગરબાડા ખાતે હવસખોર શૈલેષ માવીએ પોતાની કૌટુંબિક ભાણેજ થતી માત્ર 6 વર્ષની બાળકીને ચણા ખવડાવવાની લાલચ આપી બાળકીને બાઇક ઉપર બેસાડી નજીકની ઝાડીઓવાળા વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં તેણે બાળકી પર દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી દેટા ખળભળાટ મચી ગયો હતો. હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તે સમયે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો હતો. આરોપી વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં આજે દાહોદ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ સી.કે. ચૌહાણે તમામ પુરાવા અને દલીલો બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 363 મુજબ ની કલમ હેઠળ સાત વર્ષની કેદ અને 25 હજારનો દંડ, 302 કલમ અંતર્ગત હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા અને પોકસો એક્ટ હેઠળ ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટના ચુકાદાથી આજે મૃતકના પરિવારજનોને ત્રણ વર્ષ પાછી ન્યાય મળ્યો હતો. આવા આરોપીને સજા મળતા સમાજમાં એક દાખલો બેસે છે અને ભવિષ્યમાં આવું કૃત્ય આચારતા પહેલા આરોપી વિચાર કરે અને આવી ઘટનાઓ ન બને તેવો દાખલો સમાજ બેસાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT