અમદાવાદ: રાજ્યમાં વરસાદની તઓફડની બેટિંગ શરૂ છે. ત્યારે શનિવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. ત્યારે ભારે વરસાદને લઈને લોકોના વાહનોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે રવિવારે ગેરેજ પર લાંબી લાઈનો લાગી હતી. વાહનને તાત્કાલિક ચાલુ કરી આપવા માટે ગેરેજવાળા એક હજાર રૂપિયાથી વધુની રકમ ચાર્જ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદમાં શનિવારે વરસાદે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી. આ દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ભારે વરસાદને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાહનોમાં પાણી ઘૂસી ગયા હતા અને અનેક વાહનો રસ્તા પર બંધ હાલતમાં મૂકીને નીકળી ચાલ્યા હતા. ત્યારે શનિવારે રાત્રે આ સ્થિતિમાં કેટલીક જગ્યાએ લક્ઝુરિયસ કારને ખસેડવાના અને ધક્કા મારવાના પણ 5000 રૂપિયાનો ભાવ બોલાતો હતો. આ સિવાય કાર કે વાહન કેટલું મોંઘું છે અને વ્યક્તિની જરુરિયાત કેવી છે તે પ્રમાણે ભાવ બોલાતો હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ ગેરેજ વાળાઓએ પણ ઉઘાડી લૂંટ ચલાવી હતી.
ચલાવી ઉઘાડી લૂંટ
ભારે વરસાદને અનેક લોકોના વાહનો બંધ થયા હતા. ત્યારે ગેરેજ પર પણ આ લાચારીનો ફાયદો ઉઠાવવાનું શરૂ થઈ ગયું હતું. અમદાવાદમાં શહેરના અનેક વિસ્તારોનાં ગેરેજ પર હજારો રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. એટલે કે 10 ગણી કિંમત વધારી દેવામાં આવી હતી. 100 રૂપિયામાં જે કામ થતું હતું તેના સીધા 1 હજારથી વધુ રૂપિયા ચાર્જ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ એવા પણ ઘણા એવા પણ ગેરેજ હતા જે લોકોની મદદ માટે દોડી આવ્યા હતા. અને સરાહનીય કામગીરી પણ કરી હતી.
ADVERTISEMENT