Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ સર્જતા રાજકારણ ગરમાયું છે. જેમાં પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતા ગેનીબેને વળતો પ્રહાર કર્યો છે. સાથે જ તેમણે રેખાબેનને લોકશાહીની પ્રણાલીમાં મર્યાદામાં રહેવા માટે પણ ટકોર કરી છે.
ADVERTISEMENT
પૂર્વ MLA રેખાબેને એફિડેવિટ પર ઉઠાવ્યા હતા સવાલો
લોકસભાની ચૂંટણી માટે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ઉમેદવારવારી ફોર્મ ભર્યા બાદ ગેનીબેનના એફિડેવિટ પર પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, ગઈ વખતે ગેનીબેન ઠાકોર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એમણે એમની પ્રોપ્રર્ટી નીલ બતાવી હતી. અત્યારના એફિડેવિટમાં 40 વિઘા જમીન બતાવી છે. તો 40 વિઘા જમીન ક્યાંથી આવી? ગેનીબેન પાસે ભાભરમાં ત્રણ બંગલા અને બે ગાડીઓ છે. સોના-ચાંદી તો ગેનીબેને કિલોમાં દર્શાવ્યું છે. તો આ બધી વસ્તું ક્યાંથી આવી? એમની કોઈ ફેક્ટરી કે કારખાનું તો છે નઈ અને તેઓ આટલી બધી પ્રોપર્ટી વસાવી શકે એઈ કોઇ બિઝનેસ પણ નથી. તો આટલી પ્રોપર્ટી આવી ક્યાંથી?
આ પણ વાંચોઃ CM ના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં જ પોલીસે શખસોની કરી અટકાયત
...ગેનીબેને દારૂના હપ્તામાંથી વસાવ્યુંઃ રેખાબેન
ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વાવની પ્રજા તો એમ કહે છે કે ગેનીબેને દારૂના ધંધામાંથી આવતા હપ્તામાંથી આ બધુ વસાવ્યું છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજની મોટી જાહેરાત, હવે રૂપાલા નહીં ‘ઓપરેશન ભાજપ’; અન્ય સમાજના અગ્રણીઓ સાથે મિટિંગ
તમે તમારી હિસ્ટ્રી તપાસોઃ ગેનીબેન
પૂર્વ મહિલા ધારાસભ્યના આક્ષેપ બાદ ગેનીબેને વળતો પ્રહાર કર્યો હતો. ગેનીબેને કહ્યું હતું કે, કોઈપણ સ્ત્રી કોઈ સામે આક્ષેપ કરે ત્યારે સ્ત્રીએ પદની મર્યાદામાં રહેવું પડે. ગેનીબેને કહ્યું કે તમે પણ પહેલા ધારાસભ્ય હતા. બતાવો કે તમે કોઈ દારુના અડ્ડા પર દરોડા પાડ્યા હોય, રેડ પાડી હોય કે પછી કોઈને મદદ કરી હોય... જો હોય તો તેની હિસ્ટ્રી મુકજો તો અમે તમને અભિનંદન આપીશું. તમે તમારી હિસ્ટ્રી તપાસો. તમારી મર્યાદામાં રહીને સ્ટેટમેન્ટ આપો.
ADVERTISEMENT