ગાંધીનગરમાં TET-TAT ઉમેદવારોનું પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી

Gandhinagar News: પાટનગર ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક આંદોલન શરૂ થયું છે. શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે TET-TAT ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.…

gujarattak
follow google news

Gandhinagar News: પાટનગર ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક આંદોલન શરૂ થયું છે. શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે TET-TAT ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન પહેલા જ પોલીસ ત્યાં પહોંચી હતી જે બાદ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી.

કાયમી શિક્ષકોની ભરતીની માંગ

રાજ્યમાં હાલ જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી રદ કરીને કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે TET-TAT ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું છે. જેને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી બહાર ઉમેદવારો એકઠા થયા હતા અને પોતાની માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

શિક્ષણ બોર્ડની કચેરીની બહાર જ્ઞાન સહાયકોની ભરતી સામે વિરોધ કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. નોંધનીય છે કે, જ્યારથી જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરાઈ છે ત્યારથી TET-TAT ઉમદવારો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં સરકાર આ મામલે ઉમેદવારોનો પક્ષ સાંભળીને માંગનું યોગ્ય નિરાકરણ લાવે છે કે કેમ.

    follow whatsapp