Gandhinagar News: સેલ્ફી ફોટોગ્રાફી કરવાના ચક્કરમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાકના જીવ જોખમાયા છે. આવી અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે છતાં લોકો જોખમી સ્થાનો પર આ એક સામાન્ય તકેદારી રાખવાનું ચુકી જતા જોવા મળે છે. આવી જ એક ઘટના ગાંધીનગર જિલ્લાના સુઘડ પાસે બની છે. અહીંથી પસાર થતી કેનાલ પાસે ત્રણ યુવાનો ડૂબી જવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને જાણ થતા ઘટનાને પગલે તુરંત સ્થળ પર દોડી યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમને શોધવા માટે સ્થાનીક તરવૈયાઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. જોકે હાલ જ્યારે અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આ યુવાનોની શોધખોળમાં કોઈ નક્કર પરિણામ મળ્યા નથી.
ADVERTISEMENT
Anantnag Encounter Update: શહીદ પુત્રને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા પિતા માટે સૌથી મુશ્કેલ રહ્યા આ દસ ડગલાં- Video
સેલ્ફી બની યુવાનોના જીવના જોખમનું કારણ
ગાંધીનગરના સુઘડ નજીકથી જતી કેનાલમાં આજે બપોરના સમયે યુવાનો અહીં સેલ્ફી લઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ યુવાનો કેનાલમાં પડ્યા હતા. આ અંગે અહીંના અન્ય રાહદારીઓએ સ્થાનીક તરવૈયાઓને જાણકારી આપી હતી. તે લોકો તુરંત તેમને શોધવાની તજવીજ હાથ ધરી પાણીમાં કૂદી પડ્યા હતા. આ મામલાની જાણ થતા ફાયર વિભાગ પણ સ્થળ પર દોડી આવ્યું હતું. જોકે ભારે જહેમત પછી પણ યુવાન વિદ્યાર્થીઓની શોધખોળમાં સફળતા મળી ન્હોતી.
ઘટનાને પગલે અહીં લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા છે. જેને કારણે પોલીસ માટે ટ્રાફિકને હળવો કરવાની જવાબદારી પણ માથે આવી પડી હતી. પોલીસે કેનાલ તરફ જવાના રોડને આખરે કોર્ડન કરી લીધો છે.
ADVERTISEMENT