ગાંધીનગરઃ બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોને ક્યાં ખબર હતી મોત આવી રહ્યું છે- જુઓ CCTV

ગાંધીનગરઃ કલોલમાં એસટીબસને ખાનગી બસ ચાલકે ટક્કર મારતા કરુણ ઘટના બની છે. જેમાં બસ સ્ટેન્ડ પર ઊભેલા લોકોનો ભોગ લેવાઈ ગયો છે. આ ઘટનાના સીસીટીવી…

ગાંધીનગરઃ બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોને ક્યાં ખબર હતી મોત આવી રહ્યું છે- જુઓ CCTV

ગાંધીનગરઃ બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોને ક્યાં ખબર હતી મોત આવી રહ્યું છે- જુઓ CCTV

follow google news

ગાંધીનગરઃ કલોલમાં એસટીબસને ખાનગી બસ ચાલકે ટક્કર મારતા કરુણ ઘટના બની છે. જેમાં બસ સ્ટેન્ડ પર ઊભેલા લોકોનો ભોગ લેવાઈ ગયો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત આજે બુધવારે વહેલી સવારે કલોલ ખાતેના એસટી બસ સ્ટેન્ડ પર બન્યો હતો. બસની રાહ જોઈને ઊભેલા લોકો માટે કોને ખબર હતી કે મોત આવવાનું છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નાસિક-શિરડીથી પાછા સાણંદ આવતી બસ સાપુતારામાં મોડી રાત્રે બસ પલટી ખાઈ ગઈઃ 38 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

વહેલી સવારે થયો અકસ્માત
ગાંધીનગરના કલોલ ખાતે અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપોની મીની બસે મુસાફરોને અડફેટે લઈ લીધા હતા. અકસ્માત પછી ચાલક પણ બસ મુકીને ફરાર થઈ ગયો હતો. મુસાફરો અહીં અમદાવાદ જવા માટે બસની રાહ જોઈને ઊભા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. વહેલી સવારે થયેલા આ અકસ્માતને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

તક મળતા જ બસ મુકી ચાલક ફરાર
પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી બસે એસટી બસને ટક્કર મારી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસનો ચાલક ત્યાંથી તક મળતા જ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં 5 વ્યક્તિ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp