ગાંધીનગર ફાયરના જવાનો ડ્રાઈવિંગ-સ્વિમિંગના જાણકાર નથી! લેવાશે પરીક્ષા, નાપાસ થશે તો…

ગાંધીનગરઃ ગાંધીનગરના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર દ્વારા જવાનોને તરતા શિખવા માટેના આદેશ કરાયા છે. જેના કારણે સવાલો ઊભા થયા છે કે, જવાનોને તરતા તેમજ…

fire

fire

follow google news

ગાંધીનગરઃ ગાંધીનગરના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર દ્વારા જવાનોને તરતા શિખવા માટેના આદેશ કરાયા છે. જેના કારણે સવાલો ઊભા થયા છે કે, જવાનોને તરતા તેમજ વોટર રેસક્યૂ માટેના પુરતા જાણકાર નથી? આ આદેશમાં 90 દિવસ પછી પરીક્ષા પણ લેવામાં આવશે. તેવું પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જ પરીક્ષામાં પાસ થવું અને નાપાસ થવું તે જવાનોનું ભવિષ્ય નક્કી કરશે.

વડગામના તલાટીનો ઊંચો ખેલઃ 2000 નકલી પાવતીઓ બનાવી આચર્યું મસમોટું કૌભાંડ

તો જવાનોને છૂટા કરાશે
ચીફ ફાયર ઓફિસર ગાંધીનગર દ્વારા જવાનોને તરતા શિખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સ્વીમિંગના જાણકાર ન હોવાનું સામે આવતા આ આદેશ થયા પછી 90 દિવસ બાદ જવાનોની પરીક્ષા લેવામાં આવશે. જો પરીક્ષામાં સમય મર્યાદામાં સ્વિમિંગ પુર્ણ કરે છે તો ઠીક છે નહીં તો પરીક્ષામાં નાપાસ થયેલા જવાનોને છૂટા કરી દેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાયરના વાહનો ચલાવતા ડ્રાઈવરની પણ ટેસ્ટ લેવામાં આવશે. કુલ મળીને આ આદેશમાં ડ્રાઈવિંગ ટેસ્ટ, વાહનની કામગીરી, પંપર ઓપરેટ, સ્વીમિંગ જેવા મામલાઓમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષા પાસ કરવી જવાનોના ભાવી સાથે જોડાયેલી બાબત બની જશે.

    follow whatsapp