ગાંધીનગરઃ ભૂતપૂર્વ સૈનિકોના અનામત, સરકારી નોકરી જેવી એનેક માંગણીઓ મુદ્દે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે સૈનિકોએ કરેલી 14માંથી 5 જેટલી માગ સ્વીકારી લીધી છે. જોકે આ દરમિયાન ગાંધીનગર સચિવાલય ખાતે અત્યારે પૂર્વ સૈનિકો પહોંચ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સૈનિકોની માગનું યોગ્ય નિરાકરણ ન આવતા અત્યારે પૂર્વ સૈનિકો સચિવાલય ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જ્યાં સુધી સૈનિકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં. અગાઉ પણ આ મુદ્દે અમદાવાદમાં રેલી કાઢીને પૂર્વ સૈનિકોએ દેખાવ કર્યો હતો.
ADVERTISEMENT
- અત્યારે માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અનામત અપાય છે.
- જમીનની માંગણી મુદ્દે સૈનિકોને પરિવારનું ગુજરાન ચલાવવા માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે.
ગુજરાત સરકારે શહીદ જવાનોના રાહત ભંડોળમાં વધારો કર્યો
માજી સૈનિકોની માગ અને તેમના અનામતથી લઈ સરકારી નોકરી તથા જમીનના પ્રશ્નો મુદ્દે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાહત ભંડોળમાં વધારો કરવાની સાથે 14માંથી 5 માગ સ્વીકારી લેવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીએ વધુમાં જણાવ્યું હતું કે શહીદ થનારા જવાનોના કુટુંબીજનોએ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય અન્ય માગણી અંગે ઉચ્ચ કક્ષાની કમિટિ બનાવી છે. જે સમગ્ર મુદ્દે કમિટિ વિચારણા કરશે અને આ અંગે સત્તાવાર રાજ્ય સરકારને અહેવાલ આપશે.
સૈનિકોની આ 5 માગ સ્વીકારવામાં આવી..
સૈનિકોએ મોટાપાયે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી
સૈનિકોને સેનામાંથી નિવૃત્તિ પછી નોકરીમાં 10 ટકા અનામત, મેડિકલ, જમીન સહિત 14 લાભો રાજ્ય સરકારે આપવા પડે છે. આ દરમિયાન ગુજરાત સરકારે છેલ્લા ઘણા સમયથી માગ સ્વીકારવામાં ન આવતા મોટાપાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ દરમિયાન સરકારે માગણીઓ અંગે બેઠક કરીને ખાતરી આપી હતી કે આ અંગે યોગ્ય વિચારણા થશે. પરંતુ 3 મહિના સુધી કોઈ નિવારણ ન આવતા આજે સોમવારે સૈનિકો અને તેમના પરિવારજનો ગાંધીનગર સચિનાલય ખાતે પહોંચી ગયા હતા. આ દરમિયાન દરેકને પોતાના ડ્રેસ પહેરીને આવવું તથા કપડા, છત્રી જેવી વિવિધ સુવિધાઓથી સજ્જ થઈને આવવા ટકોર કરવામાં આવી હતી. આ સ્પષ્ટપણે સંદેશ હતો કે આંદોલન વધુ લાંબુ ચાલી શકે છે.
ADVERTISEMENT