ગાંધીનગરઃ ગાંધીનગરની દહેગામ વિધાનસભા બેઠક પર નરેન્દ્ર મોદી આજે પ્રચાર પ્રસાર માટે આવ્યા હતા. આ દરમિયાન સભા પૂરી થાય બાદ અચાનક સાપ આવી ગયો હતો. જેને પકડી પાડવામાં આવ્યો હતો. જોકે લોકોએ હાંશકારો ત્યારે અનુભવ્યો જ્યારે આ સાપ પકડાઈ ગયો અને ઉપરથી સભા પુરી થયા બાદ જ્યારે લોકો ત્યાંથી જતા રહ્યા ત્યારે તે ત્યાં મંડપમાં આવી પહોંચ્યો હતો. મતલબ કે સભા પુરી થયા પછી જ્યારે સભા આટોપાવાની કામગીરી ચાલતી હતી ત્યારે સભાના મંડપમાં સાપ આવ્યો હોવાની જાણ થતા તુરંત રેસ્ક્યૂ કરીને પકડી લેવાયો હતો.
ADVERTISEMENT
બીજી વખત મોદીની સભામાં સાપ નીકળ્યો
ગાંધીનગરના દહેગામમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી. દરમિયાન સભા પુરી થયા પછી અચાકનક જ ત્યાં સાપ આવી ચઢ્યો હતો. સભા પુરી થયા પછી જ્યારે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યારે સાપ સભા મંડપમાં આવ્યો હતો. જેને બાદમાં રેસ્ક્યૂ કરી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જંબુસરમાં જ્યારે નરેન્દ્ર મોદીની સભા હતી ત્યારે ચાલુ સભામાં જ સાપ દેખાઈ આવ્યો હતો. જોકે તે બીન ઝેરી સાપ હતો, પોલીસ કર્મચારીએ તુરંત ત્યાં આવીને સાપને પકડી પાડ્યો હતો.
ADVERTISEMENT