ગાંધીનગરમાં D-Mart સામે પડ્યો ગ્રાહક, 64 રૂપિયાનો ખરાબ ગોળ કંપનીને 1.10 લાખમાં પડ્યો

Gandhinagar News: ગાંધીનગરમાં D-માર્ટને મોટો ઝટકો લાગ્યો છે. ગ્રાહકને મોલમાંથી વેચવામાં આવેલો ગોળ અખાદ્ય અને એક્સપાયરી ડેટવાળો હતો. જેને લઈને ગ્રાહકે ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં…

gujarattak
follow google news

Gandhinagar News: ગાંધીનગરમાં D-માર્ટને મોટો ઝટકો લાગ્યો છે. ગ્રાહકને મોલમાંથી વેચવામાં આવેલો ગોળ અખાદ્ય અને એક્સપાયરી ડેટવાળો હતો. જેને લઈને ગ્રાહકે ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કર્યો હતો. જે બાદ ગ્રાહક સુરક્ષા ફોરમે ડીમાર્ટના વેપારી તથા સપ્લાયર બંનેને 1.10 લાખનો દંડ ફટકાર્યો છે.

ડીમાર્ટમાંથી એક્સપાયરી ડેટવાળો ગોળ વેચાયો

વિગતો મુજબ, ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા ડીમાર્ટમાંથી પંકજ આહિર નામના ગ્રાહકે 64 રૂપિયામાં ગોળ ખરીદ્યો હતો. ગોળ પર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર એમ બે અલગ અલગ તારીખના સ્ટીકરો મારીને તેને વેચવામાં આવી રહ્યો હતો. ખોટા સ્ટીકર મારીને એક્સપાયરી ડેટવાળો ગોળ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહક કોર્ટે ડીમાર્ટ-કંપની બંનેને દંડ કર્યો

આ મામલે બંને પક્ષોની દલીલ સાંભળી હતી. જેમાં ડિમાર્ટ તરફથી કર્મચારી દ્વારા ભૂલમાં ખોટું સ્ટીકર લગાવી દેવાયું હોવાનું કહ્યું હતું. જોકે કોર્ટે તેમની દલીલ ફગાવી હતી અને ડીમાર્ટ અને ગોળ સપ્લાય કરનાર કંપની રોસિડ ઈન્ડસ્ટ્રીઝ બંનેને 1.10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાંથી અડધી રકમ ગ્રાહકને આપવાની અને બાકીની 50 ટકા રકમ ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવા કહેવાયું હતું.

    follow whatsapp