ગાંધીનગરમાં બજરંગદળ પહોંચ્યું ગરબા ગ્રાઉન્ડમાં, તમામ યુવકોને તિલક કર્યા બાદ જ પ્રવેશ અપાયો

Gandhinagar News: ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી નવરાત્રીના તહેવારની હાલમાં ઉજવણી થઈ રહી છે. નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ છે. ગુજરાતમાં શહેરોમાં ગરબા આયોજકો દ્વારા ગરબાનું આયોજન…

gujarattak
follow google news

Gandhinagar News: ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી નવરાત્રીના તહેવારની હાલમાં ઉજવણી થઈ રહી છે. નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ છે. ગુજરાતમાં શહેરોમાં ગરબા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ગરબા દરમિયાન વિધર્મી યુવકો ગરબામાં દાખલ ન થાય આ માટે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગરબા સ્થળો પર તપાસ માટે પહોંચી રહ્યા છે.

બજરંગદળે ખેલૈયાને તિલક લગાવ્યા

ગાંધીનગરમાં નવરાત્રીના ત્રીજા નોરતે બજરંગદળ દ્વારા જુદા જુદા ગરબા પંડાલમાં જઈને તપાસ કરવામાં આવી હતી. અહીં ગરબામાં પ્રવેશ કરતા તમામ યુવકોને સૌથી પહેલા કપાળે તિલક લગાવવામાં આવ્યું હતું. આ બાદ જ તેમને પ્રવેશ કરવા દિધો હતો. જેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે.

    follow whatsapp