અમદાવાદ : વિધાનસભા ચૂંટણી (assembly election 2022) નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં આવન જાવન વધી ગઇ છે. પોતાની જુની પાર્ટી પર આક્ષેપો કરીને રાજનેતાઓ નવી પાર્ટીમાં જોડાવાનો જાણે કે ભરતી મેળો ચાલી રહ્યો હોય તે પ્રકારે રોજ એકાદ બે વ્યક્તિનાં રાજીનામાં અને નવા પક્ષમાં જોડાવાના સમાચાર આવતા જ રહે છે. જો કે આમાં હલચલ ત્યારે થાય છે જ્યારે કોઇ ખુબ જ ગંભીર પ્રકારના આક્ષેપો લગાવે.
ADVERTISEMENT
ખેડા કિસાનસંઘ પ્રમુખનું રાજીનામું
આમ આદમી પાર્ટી (AAP) ખેડાના કિસાનસંઘના પ્રમુખે રાજીનામું આપી દીધુ છે. જેની પાછળનું કારણ તેમણે જણાવ્યું કે, દિલ્હીથી આવેલા નેતા શિવકુમારે જય શ્રી રામ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે ઉપપ્રમુખ પાંચુભા ખુમાનસિંહ સિસોદીયાએ રાજીનામું આપી દીધું છે. રાજીનામુ આપવા અંગે સોશિયલ મીડિયામાં લખ્યું કે, અમે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા પરંતુ તેમની હિન્દુત્વવાદી નીતિના કારણે અમે કંટાળી ગયા છીએ. એટલે સુધી કે પાર્ટીના દિલ્હીના નેતા શીવકુમારે તો અમને જય શ્રી રામ ન બોલવું તેવા નિર્દેશ આપ્યા હતા.
હિન્દુત્વ વિરોધી પાર્ટી હોવાના પુરાવા છે
આ અંગે જ્યારે તેમને પુરાવા અંગે પુછ્યું તો તેમણે કહ્યું કે, આ અંગેનો રેકોર્ડિંગ મારી પાસે છે. યોગ્ય સમય આવ્યે અમે તેની પણ જાહેરાત કરીશું. આ અંગે પાંચુભા ઉપરાંત અને દિલીપ ગઢવીએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગઢવીએ હિન્દુ વિરોધી પાર્ટી હોવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, હિન્દુ વિરોધી પાર્ટીને અમે જીરો કરી દઇશું. અમે ગુજરાતમાં કોઇ પણ હિન્દુ વિરોધી પાર્ટીનો વિરોધ કરીએ છીએ. આમ આદમી પાર્ટી (AAP)નો પણ તેમા સમાવેશ થાય છે તેમ કહીને આપના તમામ ઉમેદવારો સમક્ષ રાજીનામાં ધરી દીધા હતા.
ADVERTISEMENT