ડાંગ : રાજ્યમાં હવામાન લઇને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સોમવારે બપોરે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આહ્વા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા શિયાળામાં વધારે ઠંડી જોવા મળી હતી. આ ઉપરાંત ખેડૂતોમાં પણ કમોસમી વરસાદના કારણે ભારે ચિંતા જોવા મળી હતી.
ADVERTISEMENT
આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યના ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે. ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શક્યતા અગાઉ જ વ્યક્ત કરી હતી. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે. જેના કારણે 12 અને 13 ડિસેમ્બરે સામાન્ય વરસાદ નોંધાઇ શકે છે.
બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજના કારણે ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે. આ સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે છે. ચક્રવાતી તોફાન મૈડૂસ સંદર્ભે પવનની સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પાર કરવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
ભારતીય હવામાન વિભાગે મંડસ ચક્રવાતને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. તમિલનાડુ, પુંડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડએલર્ટ અપાયું છે. જેની અસર સામાન્ય ગુજરાત પર પણ થવાની છે. ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરાઇ છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો જોવા મળી રહી છે.
ADVERTISEMENT