નવી દિલ્હી : FSSAI દ્વારા તહેવારોના સમયે ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળીયાઓ બેફામ બન્યા છે. ગુજરાતમાં અનેક સ્થળો પર ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જો કે આ દરમિયાન હવે કેન્દ્રીય ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ એક્શનમાં આવ્યું છે. લોકોના આરોગ્યને ધ્યાને રાખીને મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. FSSAI દ્વારા છુટક મિઠાઇ પર તારીખ ફરજીયાત લખવાનો ઓર્ડર અપાયો છે.
ADVERTISEMENT
ભેળસેળની રાવ છેક FSSAI સુધી ગઇ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયમ બનાવાયો છે કે, મિઠાઇ બનાવી હોય તેની તારીખ લખવી ફરજીયાત કરી દેવાયું છે. જેના કારણે ગ્રાહકોની વસ્તુ ક્યારે બની અને તે ક્યારે બગડી શકે છે તેની માહિતી મળી શકશે. તે અનુસાર ખરીદી બાબતે પણ તે ધ્યાન રાખી શકશે. FSSAI ના આદેશના કારણે હવે ભેળસેળીયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ભેળસેળનું હબ બની ચુક્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાણે કે ભેળસેળનું હબ બની ગયું હોય તે પ્રકારે જેમ જેમ દરોડા પડે છે તેમ રોજે રોજ હજારો અને લાખો કિલો અખાદ્ય પદાર્થ પકડાઇ રહ્યો છે. જામનગરમાં આજે સુકામેવામાં પણ ઇયળ નિકળ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માધવ ડ્રાયફ્રુટ નામની દુકાનનો વીડિયો વાયરલ થયો હતો. બોમ્બે નમકીન જામનગરમાંથી ઇયળ નીકળી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.
મીઠાઇમાં શરૂઆતથી માંડીને અંત સુધી માત્ર ભેળસેળ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મીઠાઇઓમાં શરૂઆતથી લઇને અંત સુધી ભેળસેળ થઇ રહી હોવાનાં ચોંકાવનારાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મીઠાઇનો માવો હોય કે પછી ચાંદીનું વરખ દરેકમાં ભેળસેળ થઇ રહી છે. આ ઉપરાંત મીઠાઇને આકર્ષક બનાવવા માટે પણ વિવિધ રંગો અને અખાદ્ય એસેન્સની ભેળસેળ કરવામાં આવતી હોય છે.
ADVERTISEMENT