કારની સ્પીડનો FSL રિપોર્ટ આવ્યોઃ તથ્ય પટેલ કાર અકસ્માતને લઈને મોટો ઘટસ્ફોટ

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. તથ્યની કારની સ્પીડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. તથ્યની કારની સ્પીડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી હતી. જોકે કારની સ્પીડ કેટલી હતી તેને સ્ફોટક ખુલાસો એફએસએલના રિપોર્ટમાં થયો છે. જ્યાં તથ્ય કારની સ્પીડ 120 હોવાનું કહેતો હતો. જ્યાં લોકો 160 હોવાનું કહેતા હતા ત્યાં આ બંને આંકડા થોડા ખોટા પડ્યા છે. રિપોર્ટમાં કાંઈક અલગ જ સામે આવ્યું છે જે તથ્ય અને તેના વકીલ માટે પણ લોહી થીજાવી નાખનારું છે. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. દરમિયાનમાં બંનેની ધરપકડ કરીને પોલીસે તથ્યના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને લઈને તથ્યની જેગુઆર કારનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તથ્યની કાર 142.50ની સ્પીડમાં દોડતી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્પીડ લીમીટ કરતા તો આ સ્પીડ ઘણી જ ચોંકાવનારી છે. જો કાર આટલી સ્પીડમાં દોડાવી ના હોત તો શક્ય હતું કે અચાનક ટોળું સામે આવ્યા પછી પણ કારને કાબુમાં કરી શકાઈ હોત અને લોકોની અમુલ્ય જીંદગી બચી શકી હોત. હવે જોવું રહ્યું કે આટલી ભયાનક સ્પીડના રિપોર્ટને જોઈ કોર્ટમાં આગળ શું કાર્યવાહી થાય છે.

શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી છે.

અમદાવાદમાં ગેરેજ વાળાઓએ લોકોની મુશ્કેલીનો ઉઠાવ્યો ફાયદો, વાહન ચાલુ કરવાના હજારો રૂપિયા પડાવ્યા

ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. કોર્ટની બહાર આવ્યા પછી આરોપી પક્ષના વકીલે મીડિયા સાથે વાત કરી હતી.

પોલીસે કરી તપાસ કમિટિની રચના
આ ઘટનાના પડઘા ના માત્ર અમદાવાદના ખુણે ખુણે પરંતુ સમગ્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશોમાં પણ પડ્યા છે. લોકોએ આ ઘટનાના વીડિયો અને તેની ભયાનકતાના દ્રશ્યો જોઈને આઘાત અનુભવ્યો છે. આપને અહીં જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દ્વારા આ ઘટનાને લઈને ખાસ તપાસ કમિટિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કોણ કોણ છે તે પણ જાણાવીએ તો આ કમિટીમાં ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈ, ટ્રાઈકના એસીપી એસ જે મોદી, એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ અપૂર્વ પટેલ, એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ વી બી દેસાઈ, એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી બી ઝાલા, એન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ કે પી સાગઠીયા અને અમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જી કટારીયાનો સમાવેશ થાય છે.

કયા મહાનગરમાં કેટલા અકસ્માતો?
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યના ચાર મહાનગરો એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા છે. અકસ્માતના મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્યમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ થયા છે. અમદાવાદમાં ત્રણ વર્ષમાં ૫૪૯૫, રાજકોટમાં ૩૯૩૪ અને વડોદરામાં ૨૦૯૮ મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ ૨૦૧૮ માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી.

    follow whatsapp