પાવાગઢમાં આજથી છોલેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ, માચી ખાતે શ્રીફળ વધેરવાનું મશીન મૂકાયું

શાર્દુલ ગજ્જર/પાવાગઢ: પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આજથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/પાવાગઢ: પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આજથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, અત્યારે પુરતી માચી ખાતે શ્રીફળ વધેરવાના મશીન મુકાયા છે. આ પહેલા દુધિયા તળાવ પાસે શ્રીફળ વધેરવાની જગ્યા હતી.

પાવાગઢમાં ઉપર નહીં લઈ જઈ શકો છોલેલું શ્રીફળ
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. જેથી હવે આજથી મંદિરમાં નવા નિયમની અમલવારી કરવામાં આવશે. નોંધનીય છે કે, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માચી ખાતે મશીન મુકાયું છે. જેમાં સેકન્ડોમાં શ્રીફળ વધેરાઈ જશે.

છોલેલું શ્રીફળ વેચનારા વેપારી સામે પણ ફરિયાદ
ઉપરાંત ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યોરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.

મંદિર ટ્રસ્ટના નિર્ણયનો શ્રદ્ધાળુઓમાં રોષ
કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ તમામ ભક્તો માટે આજથી જ લાગુ કરાયો છે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા. 22મી તારીખથી જ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્યારે આ નિર્ણયના પગલે અંબાજી મંદિરમાં પ્રસાદ જેવો વધુ એક મોટો વિવાદ સર્જાઈ શકે છે.

 

    follow whatsapp