મહિલાઓ માટે ખુશખબર : મફતમાં મેળવો સિલાઈ મશીન, સહાય માટે આવી રીતે કરો અરજી

Free Silai Machine : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજના બહાર પાડતી હોય છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દરજીકામ માટે મહિલાઓને સિલાઈ મશીનની સહાય અપાઈ રહી છે.

Free Silai Machine Yojana 2024

મફત સિલાઈ મશીન સહાય

follow google news

Free Silai Machine : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજના બહાર પાડતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરજીકામ માટે મહિલાઓને સિલાઈ મશીનની સહાય અપાઈ રહી છે. રાજ્ય સરકારના કમિશ્નર, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવી છે. જે હેઠળ મફત સિલાઈ (સીવણ) મશીનની સહાય આપવામાં આવે છે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ટેલર (દરજી) કામ માટે સાધન સહાયની અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે. જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મફત (ફ્રી) સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે.

ગુજરાત સરકારની યોજના હેઠળ 'મફત સિલાઈ મશીન'

ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના 2023-24 અંતર્ગત કુલ 27 પ્રકારની સાધન સહાય વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય, પ્રેસર કુકર સહાય, મસાલા મીલ મશીન સહાય, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય, હેર કટીંગ કીટ સહાય, ઘરઘંટી સહાય અને પેપર કપ-ડીશ બનાવવા માટે મશીન સહાય વગેરે ચાલે છે. ત્યારે અમે આજે તમને મફત સિલાઈ મશીન સહાય અંગે માહિતી આપીશું.

મુખ્ય યોજનાનું નામ
માનવ કલ્યાણ યોજના 2023-24

કયા વિભાગની યોજના છે?
કમિશ્નર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ

આ યોજનાના હેઠળ શું લાભ મળે?
લાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા સિલાઈ કે કપડાં સીવવાનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે.

સિલાઈ મશીન યોજના માટે કેટલી રકમની સહાય મળશે?
રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 21500/- ની સાધન સહાય મળશે.

સિલાઈ મશીન માટે કોણ કરી શકશે અરજી?
સિલાઈ મશીન માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે.

મળવાપાત્ર સહાય
દરજી કામ માટે સિલાઈ મશીન

અરજી પ્રક્રિયા
ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સત્તાવાર વેબસાઈટ
અહીં ક્લિક કરો : http://www.cottage.gujarat.gov.in/  
અહીં ક્લિક કરો : https://e-kutir.gujarat.gov.in/

મફત સિલાઈ મશીન યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે. 

  • લાભાર્થીએ સિવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • સિવણની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • વિધવા સહાય યોજનામાં માંગવામાં આવતા "વિધવા હોવા અંગેના પ્રમાણપત્ર" હોય તો તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવવાની શક્યતા રહેલી છે.
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાર દ્વારા માન્ય કરેલ અધિકારીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • દરજી કામના ધંધાના અનુભવનો દાખલો
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ

કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Application કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal ખૂલશે.
  • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ માનવ કલ્યાણ યોજનાની નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “સિલાઈ મશીન કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • દરજી કામ માટે સિલાઈ મશીન માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

યોજનાની લગતી વિગતો

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સહાય

જો તમે પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મહિલા કલ્યાણ અને ઉત્થાન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી મફત સિલાઈ મશીન સહાય માટે અરજી કરવા માંગતા હોવ તો તેના સંબંધિત સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મફત સિલાઈ મશીન સહાય શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને વધુ રોજગારી માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને રૂપિયા 15000ની સહાય રકમ આપવામાં આવે છે, જેથી તેઓ તેમના વ્યવસાય માટે સિલાઈ મશીન અથવા સંબંધિત ટૂલ કીટ ખરીદી શકે.

આર્થિક રીતે ગરીબ પરિવારની મહિલાઓને સ્વરોજગાર માટે આ આર્થિક સહાય આપવામાં આવશે.  આ સહાયથી મહિલાઓ ઘરે બેઠા સ્વરોજગાર મેળવી શકે.

સિલાઈ મશીન સહાય માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

આ યોજના માટે અરજી કરવા માટે, મહિલા અરજદારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, વય પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, સમુદાય પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઇલ નંબર, વિધવા હોવાના કિસ્સામાં વિધવા પ્રમાણપત્ર, વિકલાંગતાના કિસ્સામાં વિકલાંગતા પ્રમાણપત્ર) સબમિટ કરવાના રહેશે... વગેરેની જરૂર પડશે.

મફત સિલાઈ મશીન મેળવવા માટે આવશ્યક લાયકાત

  • આ યોજના હેઠળ માત્ર ભારતીય મૂળની મહિલાઓ જ અરજી કરી શકે છે.
  • આ યોજના માટે સરકાર દ્વારા મહિલાઓની વય મર્યાદા 20 વર્ષથી 40 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે. 
  • આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાના પરિવારની માસિક આવક ₹12000 અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.

સિલાઈ મશીન સહાય મેળવવાની અરજી પ્રક્રિયા

જો તમે પણ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિશ્વકર્મા યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન મેળવવા માટે અરજી કરવા માંગતા હો, તો નીચેની પ્રક્રિયાને અનુસરો.

  • મફત સિલાઇ મશીન સહાય માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ www.pmvishwakarma.gov.in પર જવું પડશે.
  • આ પછી, સત્તાવાર વેબસાઇટ પર તમને વિશ્વકર્મા યોજના માટે અરજી કરવાનો વિકલ્પ મળશે, તેના પર જાઓ.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • આ પેજ પર તમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું એપ્લિકેશન ફોર્મ મળશે, તેના પર જાઓ.
  • એપ્લિકેશન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો અને વ્યવસાય વિકલ્પમાં "ટેલર" વિકલ્પ પસંદ કરો.
  • આ પછી તમારે આ યોજના માટે જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • આ રીતે તમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મફત સિલાઈ મશીન મેળવવા માટે સરળતાથી અરજી કરી શકો છો.

ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના અંગે જાણ માટે તમારા જિલ્લા અધિકારીનો સંપર્ક કરી શકો છો. 

 

    follow whatsapp