Madhu Srivastava News : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં વડોદરાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતાની ઓળખથી પ્રખ્યાત મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેને રાજકારણમાં એક નવી ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.
ADVERTISEMENT
મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસમાં જોડાશે?
આજે વાઘોડિયાના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહં ગોહિલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકારણમાં એક હલચલ ઊભી થઈ છે. શક્તિસિંહ સાથેની મુલાકાત બાદ એવી અટકળો લગાવમાં આવી રહી છે કે આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોંગ્રેસ પક્ષ કે મધુ શ્રીવાસ્તવ તરફથી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.
અગાઉ પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું નિવેદન ચર્ચામાં આવ્યું હતું
વડોદરાના દબંગ ધારાસભ્યોમાં ગણતરી પામતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કપાયા પછી તો નારાજ થયા જ હતા પરંતુ તે પછી ભાજપની સામે પડી અપક્ષ ચૂંટણી લડવામાં મળેલી હારથી તેઓ વધુ ગીન્નાયા હતા. તેમણે આ મામલામાં ભાજપને પાઠ ભણાવવાનું મન જાણે બનાવી લીધી હોય તેવું તેમનું નિવેદન સામે આવ્યું હતું. તેમના કહેવાના અર્થ પ્રમાણે તેઓ આગામી સમયમાં યોજાનારી 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ અને વ્યક્તિઓને પાઠ ભણાવવાની વાતો કરી હતી.
ADVERTISEMENT