જામનગરમાં ખાનગી શાળાના પૂર્વ આચાર્યની 8 વર્ષ બાદ કાળી કરતૂત આવી સામે, દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

જામનગર: સામાન્ય રીતે શાળાને મંદિર ગણવામાં આવે છે. ત્યારે બાળકો શિક્ષણ મેળવી અનેક કમિયાબીઓ હાંસલ કરે છે. આ દરમિયાન શિક્ષણને લાંછન લગાવતા અનેક કિસ્સાઓ સામે…

gujarattak
follow google news

જામનગર: સામાન્ય રીતે શાળાને મંદિર ગણવામાં આવે છે. ત્યારે બાળકો શિક્ષણ મેળવી અનેક કમિયાબીઓ હાંસલ કરે છે. આ દરમિયાન શિક્ષણને લાંછન લગાવતા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે જામનગરમાં પણ આવો કિસ્સો સામે આવતા ચકચાર મચ્યો છે. જામનગરમાં ખાનગી શાળામાં પૂર્વ આચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ઓહાપો મચ્યો છે.

ધોરણ 10 મા અભ્યાસ કરતી તે સમયે આચાર્યે વિધાર્થીની પર નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું હતું. આઠ વર્ષ પૂર્વે છાત્રા પર બળાત્કાર ગુજાર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અને આ મામલે હવે પોલીસ મથક સીધી પહોંચ્યો છે. ખાનગી શાળાના પૂર્વ આચાર્યએ છાત્રા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અને વર્ષો બાદ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા અનેક સવાલો સામે આવ્યા છે. ત્યારે આ આચાર્ય દ્વારા આવી કોઈ અન્ય છાત્રા પર પણ નજર બગડી છે? આ મામલો કેમ 8 વર્ષ બાદ સામે આવ્યો? સહિત ના સવાલો ઉઠયા છે.

આ પણ વાંચો : કેવી રીતે લોખંડી સાંકળો દાહોદની મહિલાના જીંદગીનો એક ન છૂટનારો હિસ્સો બની !
ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ
એક તરફ આચાર્ય અને સામે 8 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે બીજી તરફ આ મમલે સીટી બી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ રહસ્યમય ભેદી મૌન ધારણ કરી લીધું છે. ત્યારે શાળાના પૂર્વ આચાર્ય સામે સહલની પૂર્વ છાત્રએ ફરિયાદ નોંધાવતા આચાર્યની કાળી કરતૂત સામે આવી છે. મનીષ બુચ નામના ખાનગી શાળાના પૂર્વ આચાર્ય સામે ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ મચ્યો છે.

(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર )

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp