અમદાવાદઃ અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો અને ભક્તો માટે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી હરિકૃષ્ણદાસ અક્ષરધામ નિવાસી થયા છે. આપને જણાવી દઈએ કે આજે ભગવાનના અખંડ સ્મરણ કરતા દરમિયાન તેઓ નિધન પામ્યા છે. આ ઘટનાની જાણ થતા ભક્તોમાં ભારે દુખની લાગણી જોવા મળી રહી છે. સ્વામીની અંતિમયાત્રા આવતીકાલે 25મીએ કુલુપુર મંદિરથી નીકળશે.
ADVERTISEMENT
ગુજરાત સરકારે રખડતા ઢોરોને લઈ માર્ગદર્શિકા કરી જાહેરઃ રજીસ્ટ્રેશન ફરજિયાત
અખંડ સ્મરણ કરતી વેળાએ થયા અક્ષર નિવાસી
આજે ગુરુવારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના પૂર્વ મંહત એવા હરિકૃષ્ણદાસ અક્ષર નિવાસી થયા છે. તેઓ આજે હરિનું અખંડ સ્મરણ કરતા હતા ત્યારે અક્ષરધામ નિવાસી થયા હતા. તેમના ભક્તો વચ્ચેથી અચાનક વિદાયને લઈને ભક્તોમાં પણ ઘેરા શોકનું વાતાવરણ છવાયું છે. આવતીકાલે કાલુપુર મંદિર ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળવાની હોઈ મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT