કડી : તિરંગા યાત્રા દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. તિરંગા યાત્રાનું આયોજન કડીમાં ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ પણ જોડાયા હતા. જો કે આ ત્રિરંગા રેલીમાં ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જેમાં તેમને હાલ તો ઢીંચણના ભાગે સામાન્ય ઇજા પહોંચી હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. હાલ આ અંગે વધારે અહેવાલોનાી રાહ જોવાઇ રહી છે. તેમને હાલ તો સ્થાનિક ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.ત્યાંથી તેઓ અમદાવાદ માટે રવાના થયા છે. કરણપુર શાકમાર્કેટ નજીક આ બનાવ બન્યો હતો.
ADVERTISEMENT
જો કે વધારે સારવાર માટે તત્કાલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. ઘટના બનતા થોડા સમય માટે તો અફડા તફડી સર્જાઇ હતી. ગાયો અચાનક ઘોંઘાટના કારણે અને રેલીના ઝંડાઓ અને ઝંડા માટેની લાકડીઓ જોઇને ગભરાઇને ભાગવા ગઇ તેમાં આ ઘટના બની હોવાની શક્યતા છે.જો કે ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, તેમને ઘૂંટણના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તત્કાલ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે.
ADVERTISEMENT