બનાસકાંઠા: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરનાર ગોવા રબારીને લોટઋ લાગી છે. કોંગ્રેસ સાથે વર્ષો જૂનો સબંધ તોડી અને ભાજપમાં જોડાયેલા નેતા ગોવા રબારીને ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. ભાજપે ગોવાભાઈ રબારીને મેન્ડેડ આપતા ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આજે ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં માર્કેટયાર્ડના ડિરેકટરોની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીને ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ માર્કેટયાર્ડમાં દશ વર્ષના વનવાસ બાદ ગોવાભાઈની ફરી એન્ટ્રી કરી છે. જ્યારે અરજણભાઈ પટેલને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે બેઠકમાં મેન્ડેડનું અનાદર ન કરવા ડીરેક્ટરોને સૂચના આપી હતી. ત્યારે હવે ડીસા માર્કેટયાર્ડની કમાન કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં આવનાર ગોવા રબારીને સોંપવામાં આવી છે.
યાર્ડની ચૂંટણીમાં ફક્ત ગોવા રબારી જ જીત્યા હતા
ડીસા એપીએમસી ની ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે ચૂંટણીમાં માવજી દેસાઈ ની ભાજપ પેનલ ના નવ ઉમેદવારો અને સામા પક્ષે કોગ્રેસ ના એકમાત્ર ગોવાભાઈ દેસાઈ વિજેતા બન્યાં હતા. આમ એપીએમસી માં રબારી સમાજ ના આગેવાન, વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ ની પેનલ નો દબદબો યથાવત રહ્યો હતો અને સામે પક્ષે કોગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈની પેનલ નો કારમો પરાજય થયો હતો. ત્યારે હવે ગોવા રબારી ભાજપમાં જોડાતા ડીસા એપીએમસીમાં કોંગ્રેસ પોતાનું સ્થાન ગુમાવશે.
જાણો કોણ છે ગોવા રબારી
છેલ્લે 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેમણે કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે વર્ષ 2022ની ચૂંટણીમાં ગોવા ભાઈ મેદાને નહોતા પરંતુ તેમના પુત્ર સંજય રબારી મેદાને ઉતર્યા હતા. જોકે ભાજપના ઉમેદવાર સામે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
ગોવા રબારીની પોતાના સમાજ પર મજબૂત પકડ
ગોવાભાઈ દેસાઈ માત્ર બનાસકાંઠા નહિ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માં રબારી સમાજના મોભી નેતા છે .તેમની રબારી સમાજમાં મોટી પકડ છે.જેનો સીધો લાભ હવે ભાજપ આવનાર લોકસભા 2024 ની ચૂંટણીમાં લઈ તેમના 5 લાખ સરસાઇના લક્ષ્યાંકને પાર પાડશે.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT