લીંબડી-અમદાવાદ હાઈવે પર પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાનો અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

Surendranagar News: લીંબડી-અમદાવાદ હાઈવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પોલીસ પાઈલોટ કારનો અકસ્માત થયો હોવાની વિગતો મળી રહી છે. પોલીસ પાઈલોટ કારની બાઈક સાથે ટક્કર…

gujarattak
follow google news

Surendranagar News: લીંબડી-અમદાવાદ હાઈવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પોલીસ પાઈલોટ કારનો અકસ્માત થયો હોવાની વિગતો મળી રહી છે. પોલીસ પાઈલોટ કારની બાઈક સાથે ટક્કર થઈ હતી. જેમાં બાઈક સવારને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત

વિગતો મુજબ, લીંબડી-અમદાવાદ હાઈવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ચોરણીયા ગામના પાટીયા પાસે તેમના કાફલામાં રહેલી પોલીસ કારનો બાઈક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને પગમાં ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયો હતો. જે બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈજાગ્રસ્ત ચાલકને પોતે હોસ્પિટલ લઈ ગયા હતા.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં ઈજાગ્રસ્ત ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે અકસ્માત કેવી રીતે થયો તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

(ઈનપુટ: સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp