Mehsana Crime News: મહેસાણા જિલ્લાના કડીમાં ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી સાથે એ પોતાના જ દીકરા અને પૌત્રો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે જમીન બાબતે કડીમાં પૂર્વ કૃષિમંત્રી પર તેમના જ પુત્રોએ અન્ય ઈસમો સાથે મળીને હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
પૂર્વ કૃષિમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી
વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા ચંદ્રાસણ ગામમાં વર્ષો પહેલા ગુજરાત સરકારમાં કૃષિ મંત્રી રહેલા કરસનજી ઠાકોર અત્યારે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. પૂર્વ કૃષિ મંત્રીની ચંદ્રાસણ ગામની સીમમાં સર્વે નંબર 1048, 1063 અને 1064 વાડી-જમીન આવેલી છે અને તેમાં અલગ અલગ વાવેતર કરેલા છે. તેમણે જમીનની વહેંચણી કરી નથી અને જમીનનો કબજા ભોગવટો પણ તેમનો જ છે.
જમીન માટે પુત્ર-પૌત્ર બન્યા દુશ્મન
જોકે ગુરુવારે પૂર્વ કૃષિ મંત્રી કરસનજી ઠાકોર પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમને જાણ થઈ કે કુલદીપ ઠાકોર ટ્રેક્ટર લઈને તેમની જમીન ખેડી રહ્યો છે. આથી કરસનજી ઠાકોર પૌત્ર વિજય સાથે બાઈક લઈને ખેતરે પહોંચ્યા હતા. અહીં તેમનો જ દીકરો અને અન્ય કેટલાક શખ્સો ધોકા-લાકડી લઈને ઊભા હતા અને પોતાના જ પિતાને ધક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસમાં નોંધાવી ફરિયાદ
પૂર્વ કૃષિમંત્રીએ ગાળો બોલવાની ના પાડતા કુલદીપનો પક્ષ લઈને તેમના પુત્ર ગણપત, દશરથ તથા પૌત્રોએ હાથમાં ધોકા અને લાકડી લઈને ત્યાં પહોંચ્યા હતા અને જમીનમાં ભાગ પાડીને વહેંચણી કરી આપવા માંગ કરી હતી. આમ ન કરવા પર ટ્રેક્ટરથી કચડીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પૂર્વ મંત્રીએ તેમના પુત્ર અને પૌત્રો સહિત 6 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ વર્ષ 1980થી 1990 સુધી કડીના ધારાસભ્ય હતા 1985થી 90 સુધી કૃષિ મંત્રી રહ્યા હતા.
ADVERTISEMENT