અમદાવાદ : રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 24 થી 27 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી હતી. શિયાળામાં કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 24 થી 27 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
24 નવેમ્બર: સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. 25 અને 26 નવેમ્બરે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.
25 નવેમ્બર : સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી, આણંદ, વડોદરા, પંચમહાલ, તાપી, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
26 નવેમ્બર : જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, તાપી, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
27 નવેમ્બર: ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
(વિથ ઇનપુટ અતુલ તિવારી)
ADVERTISEMENT