Gujarat Weather News: શિયાળો હવે તેના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આમ તો આ વખતે શિયાળો બરાબર જામ્યો નથી. અમદાવાદ સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીએ લોકોને ટૂંકા સમયગાળા માટે ધ્રુજાવ્યા છે, પરંતુ હાડ થિજવી દે તેવી ઠંડીના દિવસો જોવા મળ્યા નથી. હવે જ્યારે ઠંડી જવાના સમયે છે તે વખતે હવામાન નિષ્ણાંતે કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં હાડથીજવતી ઠંડી પડશે. આ સાથે તેમણે માવઠાની પણ આગાહી કરી છે.
ADVERTISEMENT
ઉત્તરભાગોમાં થઈ શકે છે હિમ વર્ષાઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 31મી જાન્યુઆરી સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે. પરંતુ આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે દેશના ઉત્તરભાગોમાં હિમ વર્ષા પણ થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં નહીં પડી હોય તેવી ઠંડી પડશે.
‘ફેબ્રુઆરી મહિનામાં પડશે ઠંડી’
તેઓએ જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પરંતુ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે, ઉષ્ણતામાનમાં વધારો થશે. આ ઠંડી આવશે તે હિમાળુ ઠંડી આવશે. એટલે કે સવારે અને રાતે બર્ફિલી ઠંડી અનુભવાશે, જ્યારે બપોરના સમયે ગરમી રહેશે. ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નહીં પડી હોય તેવી ઠંડી પડશે. જોકે, 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે-ધીરે ઠંડી ઘટશે.
ફેબ્રુઆરી અને માર્ચમાં કમોસમી વરસાદની આગાહી
કમોસમી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે. ફેબ્રુઆરી અને માર્ચમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT