આ તે કેવી મજબૂરી? લમ્પીગ્રસ્ત મૃત પશુઓના ઢગલા નજીક ભણતા બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર

હિતેશ સુતરીયા અરવલ્લી: અરવલ્લીના મેઘરજના પિશાલ ગામમાં તમામ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પિશાલ ગામની પ્રા.શાળા, હાઈસ્કૂલ અને આંગણવાડીના વિદ્યાર્થીઓએ શિક્ષણનો  બહિષ્કાર કર્યો…

gujarattak
follow google news

હિતેશ સુતરીયા અરવલ્લી: અરવલ્લીના મેઘરજના પિશાલ ગામમાં તમામ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પિશાલ ગામની પ્રા.શાળા, હાઈસ્કૂલ અને આંગણવાડીના વિદ્યાર્થીઓએ શિક્ષણનો  બહિષ્કાર કર્યો છે. જોકે તેની પાછળનું કારણ સરકારની નીતિ સામે કોઈ જ વિરોધ નથી. બહિષ્કારનું કારણ છે શાળા નજીક મૂકવામાં આવેલા મૃત પશુઓના ઢગલા. મૃત પશુઓના ઢગલાના કારણે ભયંકર દુર્ગંધ આવી રહી છે. આ બાબતે શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

બાળકો આવનાર ભારતનું ભવિષ્ય છે ત્યારે બાળકો પોતાના ઘટડતનો પાયો મજબૂત થાય તે હેતુથી શાળાએ જાય છે અને શિક્ષણ મેળવે છે. પરંતુ અરવલ્લીના પિશાલ ગામમાં બાળકોએ શિક્ષણ નો બહિષ્કાર કર્યો છે. શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકી દેવાયા છે. જેના લીધે લમ્પીથી મૃત્યુ પામનાર મૃત પશુઓના મૃતદેહમાંથી ભયંકર દુર્ગંધ આવતા લોકો આનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. આથી, ગામની તમામ શૈક્ષણિક સંસ્થા દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તમામ સંસ્થાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો. જ્યાં સુધી મૃત પશુઓ માટે અન્ય જગ્યા ન ફાળવાય ત્યાં સુધી શિક્ષણના બહિષ્કારની આ લોકોએ ચીમકી આપી છે.

શિક્ષણથી દૂર રહેવા ચીમકી 
લમ્પીગ્રસ્ત મૃત પશુઓના ઢગલા અને દુર્ગંધથી ત્રાસથી બાળકો શિક્ષણનો ત્યાગ કરવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ પશુઓના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. બીજી તરફ આ દુર્ગંધથી બાળકો ના શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને પર અસર પડી રહી છે. જો તંત્ર દ્વારા અન્ય જગ્યાએ મૃત પશુઓનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકો શિક્ષણથી અલગ રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે.

    follow whatsapp