ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે જ્યારે માનનીયો ધુળેટી રમશે. ગુજરાત વિધાનસભાની બહાર આ માટેની આનુષાંગીક વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્યો અને સ્ટાફ સાથે ધારાસભ્યો હોળી રમશે. આ હોળીમાં સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં માત્ર નૈસર્ગિક કેસુડા અને બિનહાનિકારક અબીલ અને ગુલાલ જેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત ભોજન અને ઠંડાઇ જેવી અન્ય વ્યવસ્થા પણ વિધાનસભા સંકુલમાં રાખામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર ધુળેટીનું આયોજન
ગુજરાતના ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે વિધાનસભામાં ધુળેટીનું આયોજન થઇ રહ્યું હોય. પરિસરમાં ધુળેટી રમવા માટે અધ્યક્ષ પાસે મંજુરી માંગવામાં આવી હતી. જેને અધ્યક્ષ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેના કારણે વિધાનસભાના સંકુલમાં આનુષાંગીક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 100 કિલો કેસુડાનો ઓર્ડર પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ ધુળેટીની થીમ સંપુર્ણ નૈસર્ગિક રહે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
અધ્યક્ષની મંજૂરી બાદ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં અગાઉ ક્યારે પણ ધુળેટી રમાઇ નથી. આ પહેલીવાર છે જ્યારે ધુળેટીનું આયોજન થઇ રહ્યું છે. ભાજપ દ્વારા પોતાના તમામ 156 ધારાસભ્યોને હાજર રહેવા માટે નિર્દેશ અપાયો છે. આ ઉપરાંત વિપક્ષના તમામ ધારાસભ્યોને પણ આમંત્રણ અપાયું છે. તમામ ધારાસભ્યો કાલે ધુળેટી રમતા જોવા મળશે જે ઐતિહાસિક ઘટના હશે. આ માટેની તમામ તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT