પોરબંદર: પોરબંદર જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જાવર ગામમાં 15થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં એક યુવકનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય 4 લોકોની તબિયત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં અસરગ્રસ્તોને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતા જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અસરગ્રસ્તોની મુલાકાતે દોડી ગયા હતા.
ADVERTISEMENT
વિગતો મુજબ, પોરબંદર જિલ્લાના જાવર ગામમાં રવિવારે 15થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જે બાદ તમામ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું, તો અન્ય 4 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે. કંપનીમાં કામ માટે ઝારખંડથી શ્રમિકો આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. જેની તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને દર્દીના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT