નવી દિલ્હી : સોના ચાંદીની કિંમતમાં આજે ખુબ જ તેજી જોવા મળી હતી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર બુધવારની તુલનાએ આજે એટલે કે 02 ફેબ્રુઆરી, 2023 ના રોજ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી હતી. ભારતીય સર્રાફા બજારમા આજે 02 ફેબ્રુઆરીના દિવસે સોના અને ચાંદીની કિંમતમાં તેજી આવવાનું કારણ શેરબજારમાં સર્જાયેલી સ્થિતિ પણ છે.
ADVERTISEMENT
અદાણી અંગેના અહેવાલો બાદ શેરબજારમાં ભારે ઉથલપાથલ
અદાણી અંગે હિડનબર્ગના આવેલા અહેવાલ બાદથી શેરબજારમાં સ્થિતિ ભારે વિમાસણભરેલી છે. શેરબજારમાં આવેલી અસ્થિરતાના કારણે રોકાણકારો ફરી એકવાર સોના-ચાંદી તરફ વળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ શેરબજારમાં અસ્થિરતા સર્જાય ત્યારે સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળતો હોય છે.
24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 60 હજારને પાર
આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 60 હજારની (60395)સપાટી કુદાવી ચુક્યો છે. બીજી તરફ ચાંદીનો ભાવ પણ 74 હજાર રૂપિયા સુધી પહોંચી ચુક્યો છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતા વાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 60 હજારને પાર પહોંચી ચુકી છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત પણ 74 હજારને પાર પહોંચી ચુકી છે.
સોનું અને ચાંદીની કિંમતમાં ભારે તેજી જોવા મળી
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 57910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે સવારે 58689 રૂપિયા પર આવી ચુક્યું છે. આ પ્રકારે શુદ્ધતાના આધારે સોના અને ચાંદીના ભાવ બમણા થયા છે.
ADVERTISEMENT