ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડાને પગલે ઓછું નુકશાન થાય તે પ્રકારના પગલાં લઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. જઇજી તરફ સફારી પાર્ક અને દેવલિયા પાર્કને 12 થી 16 સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગીર સાસણના સીસીએફ આરાધના શાહુ જણાવ્યું કે બિપર જોય વાવાઝોડાની ભયાનક અસરને જોતા ગીર જંગલ સફારી અને દેવલિયા પાર્કને 12 થી 16 સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ગીર સફારીમાં 16 જૂનથી ચાર મહિનાનું મોનસુન વેકેશન છે, તેથી હવે ગીર સફારી 16 ઓક્ટોબરે જ ખુલશે. વાવાઝોડા દરમિયાન કોઈ પણ પરપ્રાંતિયને ગીરના જંગલમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે આ વાવાઝોડાની અસર ઓછી થતા જ દેવળીયા પાર્ક ફરી શરૂ કરવામાં આવશે.
સિહો પર રાખવામાં આવી નજર
ગીર જંગલના સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. બીચ નજીક 100 સિંહોના કાયમી રહેઠાણ છે, હાલમાં તમામ પર 300 ટ્રેકર્સ સિંહોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT