Flower Show Ahmedabad : ચીનનો રેકોર્ડ ધ્વસ્ત, અમદાવાદનો ફ્લાવર શો બન્યો સર્વશ્રેષ્ઠ, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Ahmedabad latest news : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શોએ હવે વિશ્વ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો- 2024નો પ્રારંભ 31 ડિસેમ્બરથી થયો…

gujarattak
follow google news

Ahmedabad latest news : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શોએ હવે વિશ્વ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો- 2024નો પ્રારંભ 31 ડિસેમ્બરથી થયો હતો અને આ ફ્લાવર શો 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે. અમદાવાદમાં આયોજીત ફ્લાવર શોએ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો રેકોર્ડ તોડ્યો છે.

ફક્ત સ્થાનિકો જ નહીં આ શો નિહાળવા માટે વિદેશમાંથી પણ મહેમાનો પણ આવી રહ્યા છે. એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનનાં નામે હતો.

ફ્લાવર શો માંથી AMCને આટલી આવક થઈ

11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું. આ ફ્લાવર શો માંથી AMCને 3 કરોડ 45 લાખની આવક થઈ છે. 50 થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી.

ફ્લાવર શોમાં 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા

આ વર્ષે ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. જેમાં GSLV MK3 રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવશે.

 

    follow whatsapp