અમદાવાદ : ગુજરાતમાં હાલ મેઘતાંડવ ચાલી રહ્યો હોય તેમ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક સ્થળોએ 12 કલાક કરતા પણ વધારે સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રની અનેક મોટી નદીઓ બેકાંઠે વહી રહી છે. અનેક ડેમ ઓવરફ્લો થઇ ચુક્યાંછે. જેના કારણે નદીઓમાં પુર તો આવ્યા છે પરંતુ કાંઠાના વિસ્તારોમાં પણ તારાજીના દ્રશ્યોજોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા
જૂનાગઢ જિલ્લામાં મોડી રાતે થયેલા ભારે વરસાદના કારણે ઓજત, હિરણ જેવી અનેક મોટી નદીઓ ભારે પ્રવાહ સાથે વહી રહી છે. જૂનાગઢના સૌથી મોટા ડેમ હસનાપુર પણ આજે ઓવરફ્લો થઇ ચુક્યો છે. જેના કારણે નીચલા હિસ્સામાં ડેરવાન, બામનગમ, સાબ, ગલિયાવાડા સહિત 12 ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. સતત 12 કલાકથી જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વંથલી, જૂનાગઢ અને માણાવદરમાં 12 કલાકમાં 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ થયો છે.
દરિયો તોફાની હોવાથી માછીમારી બોટ કાંઠે તણાઇ આવી
માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના અપાઇ હતી. જેના કારણે મોટા ભાગની બોટ કિનારે લાંગરી દેવામાં આવી હતી. જો કે દરિયો તોફાની બનતા પોરંબદરમાં એક બોટ તણાઇને કિનારે આવી ગઇ હતી. કિનારે ઘસડાઇને આવી જવાના કારણે શીતલસાગર નામની બોટને ભારે નુકસાન પહોંચ્યું હતું. અત્રે નોંધનીય છે કે, માછીમારો લાંબા સમયથી બંદર પર યોગ્ય પાર્કિંગની માંગ કરી રહ્યા છે. પાર્કિંગ યોગ્ય નહી હોવાનાં કારણે દરવર્ષે આવી ઘટનાઓ બને છે અને તેના કારણે માછીમારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે.
(વિથ ઇનપુટ ભાર્ગવી જોશી, અજય શિલુ)
ADVERTISEMENT