Surat News: સુરતમાં સ્પાના નામે ચાલતો દેહવેપારનો ધંધો, થાઈલેન્ડની યુવતી સાથે 7 ગ્રાહકોની ધરપકડ

સુરત DCP ઝોન - 4 દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી, સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું

surat spa

સુરતમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું

follow google news

Surat Spa Raid: સુરતમાં સ્પાની આડમાં દેહવ્યાપારના ધંધાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત DCP ઝોન - 4 દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી. મળતી જાણકારી પ્રમાણે વેસુ વિસ્તારમાં એમ્બેઝ હોટેલમાં રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે હોટેલમાંથી 7 થાઈલેન્ડની મહિલાઓને દેહવ્યાપારના ધંધામાથી મુક્ત કરાવી હતી. ઉપરાંત 7 ગ્રાહકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

સુરતમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું

સુરતનો વેસુ વિસ્તાર કોઈના કોઈ કારણે ચર્ચામાં રહેતો જોવા મળતો હોય છે.  એવામાં આજે સુરત પોલીસ દ્વારા અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં રેડ પડી હતી. આ દરમિયાન  વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝ સ્પાની આડમાં દેહવ્યાપારના ધંધા ચાલતા હોવાનું સામે આવ્યું હતું. થાઇલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી હતી. હાલ પોલીસે સ્પા સંચાલક ચંચલ રાજપૂત સહિત 3 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. 
 

    follow whatsapp