જામનગર : શહેરના દિગ્વિજય પ્લોટમાં રહેતા બે પરિવારના પાંચ લોકોના શનિવારે સપડા ડેમમાં ડુબી જવાને કારણે મોત નિપજ્યાં બાદ આજે તેમના રહેઠાણથી એક સાથે પાંચ લોકોની અંતિમ યાત્રા નિકળી હતી. તે સમયે મૃતકોના પરિવારજનોએ આક્રંદ કરતા હાજર સૌકોઇ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. શહેરના દિગ્વિજય પ્લોટમાં નીકળેલી અંતિમ યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.
ADVERTISEMENT
જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહે છે બંન્ને પરિવાર
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઇ મંગેએ થોડા દિવસો પહેલા જ સેકન્ડ હેન્ડ ગાડી ખરીદી હતી. જેથી શનિવારે પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશીઓ સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. જો કે ન્હાવા દરમિયાન પાણીમાં ડુબી જવાના કારણે તમામનાં મોત નિપજ્યાં હતા. જેના પગલે બંન્ને પરિવારો પર આભ ફાટી પડ્યું હતું.
પરિવાર અને પાડોશીના પાંચ લોકોના મોત નિપજ્યાં
શહેરના દિગ્વિજય પ્લોટ 59 માંથી બપોરે મહેશભાઇ મંગે, લીનાબેન મંગે, સિદ્ધ મંગે, અનિતાબેન દામા અને રાહુલ દામાની એક સાથે અંતિમયાત્રા નિકળી હતી. એક સાથે પાંચ અર્થીઓ ઉઠતા સમગ્ર વિસ્તારમાં શોકની લહેર પ્રસરી હતી. મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. હાજર સૌકોઇની આંખો ભીની થઇ હતી. દિગ્વિજય પ્લોટ 59 માંથી નીકળેલી અંતિમયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા.
પુત્ર રજાના બે દિવસ ઘરે આવ્યો હતો
સિદ્ધ મહેશભાઇ મંગે મહેસાણા ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. બે દિવસની રજા હોવાથી શુક્રવારે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો. શનિવારે તેઓ પરિવાર સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્રણ સભ્યો ઉપરાંત પાડોશમાં રહેતા દામા પરિવારના બે લોકો સાથે ફરવા ગયા હતા. નદીમાં ન્હાવા પડ્યા અને ડુબી જવાના કારણે પાંચેય લોકોના મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT