AHMEDABAD માં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ: ભૂલેચૂકે પણ બપોરે બહાર નિકળતા નહી

અમદાવાદ : આ વખતે ઉનાળો જ નથી આવ્યો તેમ સમજીને ખુશ થનારા અમદાવાદીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલે યલો એલર્ટ…

Heat wave in Ahmedabad

Heat wave in Ahmedabad

follow google news

અમદાવાદ : આ વખતે ઉનાળો જ નથી આવ્યો તેમ સમજીને ખુશ થનારા અમદાવાદીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલે યલો એલર્ટ જાહેર કર્યા બાદ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગરમી 44 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે હવે કોર્પોરેશન દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 10-05-2023 થી 14-05-2023 સુધી એરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકોને સંબંધિત તકેદારી રાખવા માટે પણ અપીલ કરી છે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા યલો બાદ ઓરેન્જ એલર્ટ
આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં સતત વધી રહેલા તાપમાનને ધ્યાને રાખીને કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકોએ શક્ય હોય ત્યાં સુધી બહાર નિકળવાનું ટાળવું. ખાસ કરીને બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવું. આ ઉપરાંત મહત્તમ પાણી, છાશ અથવા કોઇ પણ પ્રવાહીનું સેવન કરતું રહેવું. લાંબા સમય સુધી તડકામાં ન રહેવું અને હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા. આ ઉપરાંત લાંબી મુસાફરી હોય તો થોડા થોડા અંતરે ઠંડકવાળા સ્થળો પર ઉભા રહેવું. પાણી પીતા રહેવું. નાના બાળકો અને વૃદ્ધો તથા સગ્રભા સ્ત્રીઓએ શક્ય ત્યાં સુધી બહાર નિકળવાનું ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

હીટ સ્ટ્રોકની ઘટનાને ધ્યાને રાખીને સરકારે તૈયારી કરી
આ ઉપરાંત લુ (હીટ સ્ટ્રોક) લાગવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જો હીટસ્ટ્રોક લાગે તો વ્યક્તિને અળાઇ નિકળે, ખુબ જ પરસેવો થાય અને શક્તિ લાગે, માથુ દુખે, ચક્કર આવે, ચામડી લાલ થઇ જાય અથવા સુકી અને ગરમ થઇ જાય. ઉલટી અને ઉબકા થવા, સ્નાયુઓનો દુખાવો અને અશક્તિ જેવા હિટ સ્ટ્રોકના લક્ષણ છે. જો આવું કોઇ પણ લક્ષણ દેખાય તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય માટે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ બાદ હવે ફરી એકવાર ગરમીએ વેગ પકડ્યો છે. જેથી અમદાવાદ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા તમામ નાગરિકો જોગ અપીલ કરવામાં આવી હતી.

    follow whatsapp