ગાંધીનગરના અવનવા પરિપત્રોથી ત્રાહીમામ માછીમારો આંદોલનના માર્ગે

જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદર સહિત રાજયભરના માછીમારો હાલ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મત્સ્યોઉદ્યોગ કચેરી ગાંધીનગરના અવનવા પરીપત્રોથી માછીમારો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જેની સામે…

ગાંધીનગરના અવનવા પરિપત્રોથી ત્રાહીમામ માછીમારો આંદોલનના માર્ગે

ગાંધીનગરના અવનવા પરિપત્રોથી ત્રાહીમામ માછીમારો આંદોલનના માર્ગે

follow google news

જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદર સહિત રાજયભરના માછીમારો હાલ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મત્સ્યોઉદ્યોગ કચેરી ગાંધીનગરના અવનવા પરીપત્રોથી માછીમારો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જેની સામે અખલી ગુજરાત માછીમાર મહામંડળ આંદોલનનું રણશીંગુ ફૂંકશે. આંદોલનના માર્ગ પર માછીમારો ચાલવા માટે મજબુર બન્યા છે.

બનાસકાંઠાઃ કુદી ગયો નહીં તો…. ઢાળમાં ગબડ્યું પીકઅપ ડાલુ, થયો ચમત્કારિક બચાવ

ડીઝલ ક્વોટા અને સરકારી સહાયમાં ડ્રો પદ્ધતી
પોરબંદર સહિતન રાજયના બંદરોમાં રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઈટ તેમજ ફાયર સેફટીની પાયાની સુવિધા નથી. તેનાથી માછીમારો મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે તો, મત્સ્યોઉદ્યોગ કચેરી ગાંધીનગરના કમિશ્નર દ્વારા ડીઝલના કવોટા અને સરકાર તરફથી મળતી સહાયમાં ડ્રો પધ્ધતી સહિતના પરિપત્રો કરવામાં આવી રહ્યા છે. જેને કારણે માછીમારોને સરકાર તરફથી મળતી સહાયનો પુરતો લાભ મળતો નહીં હોવાના દાવા કરવામાં આવ્યા છે. આ સહિતના સાત જેટલા મુદાઓ માછીમારોને પરેશાન કરી રહ્યા છે. આ અંગે અખીલ ગુજરાત માછમાર મહામંડળ દ્વારા અનેક વખત રાજકીય મહાનુભાવો તેમજ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતા કોઈ નિરકારણ નહીં આવતા અંતે આંદોલનના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડાએ પોરબંદર સમસ્ત બાર ગામ ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ સાથે ખાસ બેઠક યોજી અને માછીમારોના પ્રશ્ને ચર્ચાઓ કરી હતી અને આગામી દિવસોમા માછીમારોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવાના મુડમાં આવી ગયા છે. પોરબંદર સહિત ગુજરાતના માછીમારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ અવનવા પરિપત્રોથી ત્રસ્ત બન્યા છે, ત્યારે સરકારની ઉદાસીનતા સામે માછીમારો આંદોલનના મુડમાં જોવા મળી રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp