Fisherman News: ઉનાના સિમર બંદરના માછીમારોની મુશ્કેલી વધી છે. પહેલા પ્રવાસન સ્થળ દીવથી ખદેડ્યા તો હવે ગુજરાત સરકારનું ક્ષાર અંકુશ વિભાગ જગ્યા ખાલી કરવા દબાણ કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તું તું મે મે માં માછીમારો બેઘર બને તેમ છે.
ADVERTISEMENT
ઉના તાલુકાનું સિમર બંદર કે સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે. મુઘલો, અંગ્રેજો અને પોર્ટુગીઝો થઈ અત્યાર સુધી ઉના તાલુકાનું આ સિમર બંદર જગ વિખ્યાત બન્યું છે. ઉનાના તમામ બંદરો પૈકીનું એક બંદર ગણવા આવે છે. જ્યાં વર્ષો માછીમારો મચ્છીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આજે આ માછીમારો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બે વિભાગના કારણે ટલ્લે ચઢ્યું છે. અને અહી વસતા માછીમારો હવે બેઘર થવાની તૈયારીમાં છે. કારણ કે ઉના નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અમુક જમીન પોર્ટુગીઝ શાસન સમયથી સિમર બંદરમાં આવેલી છે. ત્યાં વર્ષોના વર્ષો સુધી લોકો વસવાટ કરીને માછીમારી કરી રહ્યા હતા અને એ લોકો દીવના નાગરિક હતા અને દીવના લોકોને મળતી તમામ સવલતો પણ એ પરિવારોને મળતી હતી પરંતુ અચાનક 2016 માં આ તમામ પરિવારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવે છે અને તેના રહેઠાણો પર માત્ર 2 દિવસમાં બુલ્ડોઝર ફેરવીને જમીન ખાલી કરાવી નાખતા આ પરિવારો સિમર બંદર માં જ ગુજરાત સરકાર ના સિંચાઇ વિભાગ ની જમીન માં રહે છે અને ત્યાં થી માછીમારી ઉદ્યોગ કરે છે. ત્યારે સિંચાઇ વિભાગે આવતા બે દિવસ માં આ જગ્યા ખાલી કરવાની નોટિસ આપતા આ 2500 થી વધુ લોકો હવે ક્યાં જશે તે સવાલ ઊભો થયો છે.
Teesta Setalvad News: ‘શું અમારા માટે પણ આવું થશે…’, સુપ્રીમ કોર્ટથી તીસ્તા શેતલવાડને રાહત મળવા પર JNU કુલપતિનો સવાલ
1 લાખથી વધુની રોજગારીને પડશે અસર
એક તરફ સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે અને આ સિમર બંદરના માછીમારો બેઘર બની રહ્યા છે. સિમર બંદર ભોગોલિક રીતે પણ માછીમારી માટે મહત્વનું છે. ભૂતકાળમાં એક મોટો ખાનગી ઉદ્યોગ પણ અહીં આવવાની હતો. પરંતુ સંજોગોવસાત તે કોડીનારમાં જતો રહ્યો. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે દીવને આ જમીન આપીને કોઈ ફાયદો થવાનો છે કે નથી? કેમ કે સિમર અને દીવ વચ્ચે 20 કિલોમીટરનું અંતર છે. સાથે આ જમીન આપી દેવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક લાખથી વધુ લોકોની રોજગારી પર અસર થશે અને લોકો રોજગાર વગરના થશે. સિમરની એક બાજુ દીવની જમીન છે તો બીજી તરફ ફોરેસ્ટની જમીન છે ત્યારે માત્ર આ 13 એકર જમીન જ સિમરને બંદર તરીકે ચાલુ રાખશે. જો આ જગ્યા ચાલી જાય તો સિમર બંદર કાયમી માટે બંધ થઈ અને ઈતિહાસમાં દર્જ થઈ જશે. ત્યારે સરકારે દીવની આસપાસમાં આવેલી ગુજરાતની જમીનમાંથી તેને ટુકડો આપીને સિમર બંદરને બચાવી લેવું જોઈએ તેવું પણ ઘણા માની રહ્યા છે. ઉપરાંત આવી માગ માછીમાર અગ્રણીઓ અને એજન્સીઓ પણ કરી રહ્યા છે.
એક તરફ ગુજરાત ના તમામ બંદરો ના વિકાસ કામો પૂરજોશ માં હાથ ધરાઇ રહ્યા છે ત્યારે ઉના તાલુકાનું એક આખું બંદર જ બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર આનો વહેવારિક ઉકેલ લાવે તેવી લોકો ની માંગણી છે.
ADVERTISEMENT