અમદાવાદઃ ગુજરાતમાં પહેલી વખતે અમદાવાદ ખાતે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ યોજાવાનો છે. અમદાવાદમાં ઈન્કમટેક્સ વિસ્તારમાં આવેલા નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે મળીને આ આયોજન કરી રહી છે. દેશભરમાંથી કેટલાક ખાસ તસવીરકારોના ફોટોઝ સહિત ઘણા પાસાઓને આવરી લઈ નવજીવન ટ્રસ્ટના કેમ્પસમાં જ આગામી 6થી 9 એપ્રિલ દરમિયાન આ ફેસ્ટિવલ ઉજવાશે. જે દિવસના 11 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
ADVERTISEMENT
મોદી સ્ટેડિયમમાં IPL જોવા આવેલા 150 લોકોના I-PHONE ચોરાયા
પહેલી વખત યોજાશે આ ફેસ્ટિવલઃ વિવેક દેસાઈ
નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ કહે છે કે, નવજીવન ટ્ર્સ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં પહેલી વખત નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. અહીં દેશના જાણીતા પ્રખર ફોટોગ્રાફર્સના ફોટોઝનું એક્ઝિબિશન થશે, પોર્ટ ફોલિયો એક્ઝિબિશન પણ થશે.
ગુજરાતના આ વિસ્તારોમાં 48 કલાકમાં માવઠું થવાની આગાહી
સ્ટ્રીટ, ટ્રાવેલ ફોટોગ્રાફી અને ક્રિએટીવ નેચર ફોટોગ્રાફીના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાહીદુલ આલમ, પ્રશાંત પંજિયાર, સુધારક ઓલ્વે, અમિત દવે, ધ્રિતિમાન મુખર્જી, અનુશ્રી ફડણવીસ, નતાશા રાહેજા જેવા જાણિતા ફોટોગ્રાફર્સની ફોટોગ્રાફીને અહીં આપ જોઈ શકશો. 7 અને 8મી એપ્રિલે લોપામુદ્રા તાલુકદાર દ્વારા સ્ટ્રીટ અને ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ તથા 8મી અને 9મી એપ્રિલે સૌરભ દેસાઈ દ્વારા ક્રિએટિવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરાયું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT