મોરબીઃ હાલમાં જ મોરબી હોનારત થઈ ત્યારે લોકોને પાણીમાં ઉતરીને જીવની સટાસટી લગાવનારા નેતાને ભાજેપે ટિકિટ આપી અને તેઓ મોરબીની હોનારત પછી પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે હવે આ જ નેતાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જોકે આ ઓડિયો સાચો છે કે ખોટો તેની પુષ્ટી થઈ રહી નથી. ઓડિયો સાથે ફરતા મેસેજમાં આ ઓડિયો ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને માળીયા તાલુકાના યુવા ભાજપના ઉપ પ્રમુખ વચ્ચે થયેલી વાતચિતનો હોવાનું કહેવાય છે. ખરેખર આ ઓડિયો તેમનો છે કે નહીં તે અંગે જાણકારી આગામી સમયમાં વાયરલ ઓડિયોની તપાસ દરમિયાન જ સામે આવશે પરંતુ હાલ આપણે જોઈએ તો આ ઓડિયોમાં કેટલીક ચોંકાવનારી વાતચિતો પણ સામે આવી છે.
ADVERTISEMENT
વાયરલ થયેલો કથિત ઓડિયો સાંભળવા અહીં ક્લિક કરો- WhatsApp Audio 2023-07-12 at 8.52.20 PM
આ ઓડિયોમાં કથિત રીતે શહેરમાં ફાયરિંગ થયાની વાતચિત કરવામાં આવી રહી છે. જેમાં એવું કહેવાયું છે કે, ધારાસભ્ય દ્વારા ફાયરિંગ થયું તો રાજી થયા અને ફાયરિંગ કરનારને પકડાતા નથી. બીજી ગાડી પકડે છે એ તમને ખબર છેને! કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે. આવી પણ વાત ઓડિયોમાં સાંભળવા મળી રહી છે. જોકે આ ઓડિયોના સત્યમાં કેટલું દમ છે તેને લઈને ઘણા તર્ક વિતર્ક છે જેની સચોટ પુષ્ટી થાય તે જરૂરી છે, પણ હાલ સત્તાવાર રીતે આ ઓડિયોની પુષ્ટી થઈ રહી નથી.
(ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT